દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લામાં આવેલ ઓદ્યોગિક એકમો દ્વારા જનહિતને હાનિ થાય,પર્યાવરણ જોખમમાં મુકાય તેવી રીતે જ્વલનશીલ પદાર્થોની હેરાફેરી કરવામાં આવે છે.જોકે તાજેતરમાં આવા એક બનાવમાં પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વર ના આર.બી.ત્રિવેદીએ પોલીસ ફરિયાદ કરતા સનસનાટી ફેલાય ગઈ છે.આ બનાવના ફરિયાદી પ્રાદેશિક પ્રદુષણ કચેરી અંકલેશ્વરના અધિકારી આર.બી.ત્રિવેદીની અંકલેશ્વર GIDC ખાતે નોંધાયેલ ફરિયાદ મુજબ ગુડ્ડુભાઈ (મોહમ્મદ.એમ.સિદ્દીકી )ટ્રક ડ્રાઈવર વજાભાઇ.એસ.કપોતરાં રહેવાસી અંકલેશ્વર જે.એસ.ઇન્ડસ્ટ્રીઝના માલિકએ આ ગુનો તારીખ ૨-૪-૧૯ના સાંજના સમયે કર્યો હતો.આ ગુનો એવી રીતે બન્યો કે આ કામના બંને આરોપીઓએ એક બીજાના મેળાપીપણમાં જે.એસ.ઇન્ડસ્ટ્રીઝ અંકલેશ્વર GIDC ખાતેથી આઈસર ટેમ્પો નંબર GJ -૦૪ AW ૭૧૨૨ માં ૫૪ નંગ ,૨૦૦ ડ્રમમાં બિલ પુરાવા વગરનું માનવ જીવન અને પર્યાવરણને જોખમમાં મુકાય એ રીતે ઝેરી તથા જ્વલનશીલ હેઝાર્ડસ વેસ્ટ ગેરકાયદેસર રીતે ભરી ગુનાહિત કૃત્ય કરેલ છે.તે અંગે અંકલેશ્વર GIDC પોલીસ મથક ખાતે ગુનો નોંધવામાં આવેલ છે.