દિનેશભાઇ અડવાણી
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સેવાના વ્યવસાય અને વેપાર હેઠળ આવનારા નાની બિઝનેસ પ્રવૃત્તિઓ માટે પ્રધાનમંત્રી મુદ્રા લોનનું ઉદ્ઘાટન તારીખ ૮-૪-૨૦૧૫ ના રોજ કરવામાં આવ્યું. જેમા શિશુ લોન,કિશોર લોન અને તરૂણ લોન જેવી લોનો મળશે તેવું જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં ૧૦ લાખ સુધીની લોન કોઈપણ ગેરંટેડ વસ્તુ વગર આપવામાં આવશે તેવું જણાવ્યું હતું પરંતુ આ મુદ્રા લોનને લઈને અંકલેશ્વર શહેર નગરપાલિકા માં વિવાદ સર્જાયો છે જ્યાં વિપક્ષના ઉપનેતા શરીફભાઈ કાનુગાએ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ પર આક્ષેપો કરતાં સોશલ મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ હેઠળ એક વ્યક્તિ દીઠ પંદરસો રૂપિયા આદિવાસી મહિલાઓ પાસે થી વસૂલ્યા હોય તેઓ અંકલેશ્વર નગરપાલિકાના ઉપનેતા સોશિયલ મીડિયામાં દાવો કરી રહ્યા છે પરંતુ હજી સુધી વિપક્ષના નેતા શરીફભાઈ કાનુગાએ આ બાબતનો કોઈપણ પ્રકારનો ખુલાસો મીડિયા સમક્ષ આપ્યો નથી.હાલ હવે જોવાનું રહ્યું કે આ એક રાજકીય પહેલું છે કે પછી અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખે ભ્રષ્ટાચાર કર્યો છે? અને આ ચર્ચામાં કેટલું તથ્ય છુપાયેલું છે તે તો હવે આવનારો સમય જ બતાવશે.