દિનેશભાઇ અડવાણી
અંકલેશ્વર શહેરમાં સૌથી વધારે જો સમસ્યા હોય તો ટ્રાફિકની સમસ્યા છે જ્યારે મુસાફરો માટે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની રહ્યો છે જેને જોતા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વધતા જતા ટ્રાફિકના લઈને લાખો રૂપિયાના ખર્ચે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા હતા.જેમાં અંકલેશ્વર પીરામણ નાકા,ચૌટાનાકા,ભરૂચી નાકા જેવા જાહેર રસ્તા ઉપર સિગ્નલ લગાવવામાં આવ્યા હતા પરંતુ આજદિન સુધી આ ટ્રાફિક સિગ્નલ ને ચાલુ જ કરવામાં આવ્યા નથી.જેથી કરી હાલ પણ અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર થઈ નથી જ્યારે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખને આ ટ્રાફિક સિગ્નલ ક્યારે ચાલુ થશે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આ ટ્રાફિક સિગ્નલ ચાલુ કરી દેવામાં આવશે પરંતુ આજ દિન સુધી ટ્રાફિક સિગ્નલ ચાલુ કરવામાં આવ્યા જ નથી.જ્યારે વિરોધ પક્ષ પણ આ બાબતે મૌન બેઠો છે તે પણ એક ચર્ચાનો વિષય છે લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલ ટ્રાફિક સિગ્નલ માં ભ્રષ્ટાચાર થયો હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે હાલ ટ્રાફીક સિગ્નલને ચાલુ કરવામાં આવશે ખરી કે પછી પક્ષ અને વિપક્ષના ભાઈચારા ને ધ્યાનમાં લઇ આવી જ હાલત રહેશે એતો હવે આવનારો સમય બતાવશે.