પાલેજ તા.૧-૦૪-૨૦૧૯
પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ની બરાબર સામું આવેલ જી.ઇ.બી લોખંડ ના થાંબલા ઉપર મુકવામાં આવેલ ફ્યુઝ પેટીઓ ખુલ્લી જોવા મળી રહી છે. પાલેજ વિદ્યુત બોર્ડ ની લાપરવાહી ના કારણે જો અહીં ફોલ્ટ થાઈ તો સામુહિક આરોગ્ય કેન્દ્ર માં અંધારપટ છવાઈ જવાની ભીતિ સેવાઇ રહી છે
પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ વલણ ફાટક ના રસ્તે આવેલ પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર સામે જ જી.ઇ.બી ના ઇલેક્ટ્રીક વીજ થાંભલા તેમજ ડી.પી સ્ટેશન આવેલ છે જ્યાં કોઈ પણ પ્રકાર ની સુરક્ષા ની ખાતરી વગર ફ્યુઝ બોક્સો ને ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે.અહીં ની ખુલ્લી પેટીઓ પાલેજ જી.ઇ.બી ના લોલમલોલ વહીવટ ની ચાડી ખાઈ રહી છે. વર્ષો થી એક જ જગ્યા ઉપર નોકરી કરવાને પગલે રીઢા બની ગયેલા અહીં ના અધિકારીઓ તેમજ લાઇન મેનો ઉપરાંત હેલ્પરો પોતાની મન મરજી નું કામ કરવાના પગલે દક્ષિણ ગુજરાત વીજ નિગમ ની પાલેજ કચેરી નો વહીવટ ખાડે પાડ્યો છે.
પાલેજ બજાર તેમજ હાઈવે ના સોસાયટી વિસ્તાર માં વારંવાર હાઈ વોલ્ટેજ ની સમસ્યા ઘર કરી ગઈ છે, અહીં લોકો ના મોંઘા ઉપકરણો જી.ઇ.બી ના હાઈ વોલ્ટેજ ને કારણે બિનઉપયોગી થઈ રહ્યા છે છતાં આવી સમસ્યા ના નિરાકરણ માટે અહીં ના લાઇન મેનો પાસે પૂરતો સમય નથી જેનું મુખ્ય કારણ અધિકાર વર્ગ સાથે લાઈન મેનો નું મન મેરાપ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જુના થાંભલા દૂર કરી આડેધડ દોડાવવામાં આવેલી લાઈનો જો સમય રહેતા વ્યવસ્થિત કરવામાં નહીં આવે તો આવનાર ચોમાસામાં વરસાદ ના પેહલા પાણી સાથે પાલેજ માં અંધારું છવાઈ જશે એમ કોઈ બે મત નથી
ઇમરાન ઐયુબ મોદી – પાલેજ