દિનેશભાઇ અડવાણી
ભરૂચના રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે પંખીઓને બપોરના સમયે કાળઝાળ ગરમીમાં શુદ્ધ પાણી મળી રહે અને તેથી પાંખી પ્રેમીઓ સેવા કરી શકે તે માટે રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે રશ્મિકાન્ત કંસારા તરફથી તારીખ ૨-૪-૧૯ના મંગળવારે સાંજે ૫ કલાકે શક્તિનાથ સર્કલ પાસે અને તારીખ ૩-૪-૧૯ના બુધવારે સાંજે ૫ કલાકે તુલસીધામ ચોકડી વિસ્તારમાં મફતમાં પાણીના બાઉલનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો છે.અત્રે નોંધવું રહ્યું કે સમગ્ર ભરૂચ પંથકમાં સેવા ભાવિ લોકો દ્વારા પશુ-પંખીને પાણી પીવડાવવામાં આવી રહ્યું છે.આવી કાળઝાળ ગરમીમાં મૂંગા પશુ-પંખીઓ માટે ગરમીમાં રાહત મળે તે હેતુથી સેવાભાવિ સંસ્થાઓ તથા લોકો દ્વારા આ પ્રકારના વધુ કાર્યક્રમ યોજાય તો મૂંગા પશુ-પંખીઓને ગરમીમાં રાહત મળી રહે.
Advertisement