દિનેશભાઇ અડવાણી
ઘણા વર્ષો પહેલા ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકા ગામ ખાતે કોમી રમખાણો થવા પામ્યા હતા જેમાં ત્રણ જેટલા લોકો ને જાનથી મારી નાખવામાં આવ્યા હતા અને અન્ય લોકોને નાની મોટી ઇજાઓ પહોંચવામાં આવી હતી તેને લઈને જ હાંસોટ તાલુકાના મુખ્ય માર્ગો પર લાખો રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા.જેથી તમામ ગુનાખોરોને સીસીટીવી માધ્યમ દ્વારા ઓળખાણ કરી શકે અને કોમી રમખાણો અટકી શકે.હાલ તો અંકલેશ્વર-હાંસોટ માં શાંતિનો મહોલ છે પરંતુ જે હેતુ થી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા તે તમામ સીસીટીવી કેમેરા ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે.જો સમય સંજોગે કોમી રમખાણ જેવો માહોલ ઉત્પન્ન થાય આ સમગ્ર સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન લાગી રહે હાલ હવે જોવાનું રહ્યું સીસીટીવી કેમેરાની મરમ્મત કરવામાં આવશે ખરી કે પછી ભંગાર જેવી હાલતમાં પડી રહેશે.
Advertisement