દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહ્યો છે.જિલ્લામાં અનેક ઔદ્યોગિક કંપનીઓ આવેલી છે અને કંપનીઓમાં અવાર-નવાર અકસ્માતના બનાવો બનતા હોય છે.ઔદ્યોગિક કંપનીઓમાં બનતી આકસ્મિક અકસ્માત નિવારવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઔદ્યોગિક સેફટી, સલામતી અને સાવચેતીના પગલા લેવાઈ રહ્યા છે.
જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ સી.આઈ.એસ.એફના કમાન્ડર શ્રી પંકજકુમારના નેતૃત્વમાં અન્ય યુનિટ સી.આઇ.એસ.એફ યુનિટ,ઓ.એન.જી.સી ગંધાર,ગેલ ગંધાર, એચ.ઈ.પી દહેજ, રૂરલ પોલીસ,એસ.ઓ.જી, સેન્ટ્રલ આઈ.જી, ઓ.એન.જી.સી ફાયર સ્ટાફ સિક્યુરિટી,ઓ.એન.જી.સી મેડિકલના સંયુક્ત પ્રયાસોથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામની આજુબાજુમાં ઓ.એન.જી.સી સી.ટી.એફ પ્લાન્ટ આવેલો છે.એના આસપાસના આવેલા ગામ પીલુદરા,હજાત,તેલવા સરથાણ,અડોલ,રવિદ્રા,આલૂજ ગામોના લોકોને ઓ.એન.જી.સી નો સી.ટી.એફ પ્લાન્ટ તથા એલ.પી ગેટને આતંકવાદી દ્વારા વિસ્ફોટક પદાર્થોથી ઉડાવવાનો પ્રયાસની ઘટનાનો મોકડ્રીલ ક્રમબદ્ધ રીતે સમયસર પાર પાડવામાં આવ્યું હતું.
મોકડ્રીલની ઘટનાને સી.આઇ.એસ.એફ તથા એસ.ઓ.જી ની ટીમ દ્વારા આતંકવાદીઓને ચેતવણી આપવામાં આવી અને તે દરમિયાન કરવામાં આવેલા હુમલામાં ત્રણ આતંકવાદીને મારવામાં આવ્યા હતા. સાથે એકને જીવીત પકડવામાં આવ્યો હતો.આ કાર્યમા સી.આઇ.એસ.એફ,એસ.ઓ.જી,લોકલ પોલીસ,ઓ.એન.જી.સી કર્મચારીઓ,ઓ.એન.જી.સી ફાયર વિભાગ,ઓ.એન.જી.સી મેડિકલ ટીમ,ડી.પી.એમ.સી તથા જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલું ઓપરેશન અને કરેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.
આ જ્વાઈન્ટ મોકડ્રિલ કરવાનો ઉદ્દેશ્ય આ પ્રકારની ઘટના બનવાથી વિભિન્ન એજન્સીઓના સાથ અને સહકારથી આવી ઘટના બનવા ન પામે અને લોકોમાં જાગૃતતા આવે એવા પ્રયાસ કરવાનો હતો. આ માટે અગાઉથી જ આસપાસના ગામડાના સરપંચોને સૂચિત કરવામાં આવ્યા હતા.મોકડ્રીલ બાદ અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે આવેલ ઓ.એન.જી.સી ના સી.પી.એફ પ્લાન્ટ ખાતે યોજાયેલી બેઠકમાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને દરેકે સોંપેલી કામગીરી સંદર્ભે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા.આ ઓફસાઇટ ઇમરજન્સી મોકડ્રીલના કાર્યને બિરદાવ્યું હતું. ભવિષ્યમાં આવા કોઈ પ્રસંગ બને ત્યારે આપણે સામૂહિક રીતે આ કામગીરીમાં મદદરૂપ થવું જોઈએ. આ પ્રસંગે સી.આઇ.એસ.એફ મુખ્યાલય મુંબઈના મહાનિરીક્ષક શ્રી સતીશ ખંડારે,ઉપ મહાનિરીક્ષક શ્રીમતી નીલિમા રાનીસિંહ સહિત અન્ય અધિકારીઓએ ભાગ લેનાર તમામને અભિનંદન પાઠવી મોકડ્રિલના કાર્યને બિરદાવી હતી.