દિનેશભાઇ અડવાણી
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને મળેલી બાતમીના આધારે જીઆઇડીસી પોલીસના પી.આઈ આર.કે ધુલિયા અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા વરૂણ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીમાં તપાસ કરતા એક આઈસર ટેમ્પો નંબર gj16 x 94 09 માંથી ૧૬૦ નંગ યુરિયા ખાતર સાથે ઝડપાઈ ગયેલ અને જ્યારે 202 નંગ ખાલી કરેલ યુરિયાની થેલીઓ ઝડપી પાડેલ અને વરૂણ ઇન્ડસ્ટ્રીઝ ના માલિક પ્રવીણભાઈ પટેલ અને આઈસર ટેમ્પો ચાલક કાંતિભાઈ ની ધરપકડ કરી પૂછપરછ કરતા પોલીસને જાણવા મળેલ કે આ યુરિયાનો જથ્થો અંકલેશ્વરના માંડવા ગામ માં રહેતાં જયેશભાઈ મોદી કે જેઓ સહકારી મંડળી ચલાવે છે અને આ યુરિયા તેમની મંડળીમાંથી એજન્ટ ધવલ મોદી મારફતે વરૂણ ઈન્ડસ્ટ્રીઝના માલિક પ્રવીણ ભાઈ ને આપેલ જ્યારે યુરિયા ખાતર ખેડૂતોને આપવાનું હોય ત્યારે તેના બદલે બારોબાર ફેક્ટરી માલિકોને વેચી દેવાનું કૌભાંડ બહાર આવ્યું છે અને ખેડૂતોને યુરિયા ખાતર માટે ધક્કા ખાવા પડે છે.
પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કુલ રૂપિયા 42640 અને આઇસર ટેમ્પો સહિત ત્રણ લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય બે આરોપીઓ ધવલ મોદી અને જયેશ મોદીને ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.