દિનેશભાઇ અડવાણી
ભરૂચ સંસદીય મત વિસ્તારમાં આચારસંહિતા લાગુ પડ્યા બાદ નિર્ધારિત ચૂંટણીના કાર્યક્રમ મુજબ તારીખ ૨૮-૦૩-૧૯ ના ભરૂચ સંસદીય મત વિસ્તારની ચૂંટણી અંગેનું જાહેર નામું બહાર પાડ્યું હતું..પ્રથમ દિવસે જ ૨૦ કરતા વધુ ઉમેદવારી પત્રકોનો ઉપાડ થયો હતો.ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૪-૪-૧૯ છે.જયારે ચકાસણીની તારીખ ૫-૪-૧૯ અને ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૮-૪-૧૯ છે.જયારે મતદાનની તારીખ ૨૩-૦૪-૧૯ છે.મત ગણતરીની તારીખ ૨૩-૦૫-૧૯ છે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ ૨૭-૦૫-૧૯ છે.આમ ૨૨-ભરૂચ સંસદીય લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે.૨૨-સંસદીય ભરૂચ બેઠકના ખર્ચ ઓબઝર્વર પેરી વલલાલ તિર્સ જોઈન્ટ કમિશનર ઓફ GST બેંગ્લુરુની નિમણુક કરતા તેમણે ચાર્જ સંભાળી લીધો છે. જેમનો મોબાઈલ નં-૭૪૩૩૦૭૧૭૩૧ છે.આ ઉપરાંત સમગ્ર ભરૂચ સંસદીય મત વિસ્તારમાં ચૂંટણી અધિકારી અને ચૂંટણી અધિકારીના મત મદદનીશ ઓફિસરોની નિમણુક કરવામાં આવી છે.