Proud of Gujarat
FeaturedGujaratHealthWoman

રાજ્યકક્ષાની પાવરલિફ્ટીંગ,બેન્ચપ્રેસ અને ડેડલિફ્ટ સ્પર્ધામાં સુરતની માનસી ઘોષે ગોલ્ડ મેડલ મેળવ્યો.માનસી ઘોષની રોજની કલાકોની મહેનત અને પ્રોપર ડાયટ પ્લાનનાં કારણે મળી સફળતા.

Share

પોતાની હિંમત, આવડત અને કાબેલિયતને કોર્પરેટ જગત અથવા તો ફેશન અને મોડેલિંગ સુધી સીમિત કરી દેતી યુવતીઓ બીજુ પણ ઘણુ કરી શકે છે. યુવતીઓ પાવરલિફ્ટીંગ ક્ષેત્રમાં પણ આગળ વધી શકે છે. એ વાતને સાકાર કરનાર સુરતની માનસી ઘોષે અથાગ મહેનતથી પોતાની અલગ ઓળખ બનાવી છે. છોકરીઓ પોતાનો દુપટ્ટો પણ સાચવી શકતી નથી એવા મેણા-ટોણાં મારનાર લોકોના ગાલ પર માનસી ઘોષ સણસણતો તમાચો છે. માનસીએ રાજયકક્ષાની પાવરલિફ્ટીંગ, બેન્ચપ્રેસ અને ડેડલિફ્ટ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેડલ મેળવી સુરત શહેર અને પોતાના પરીવારનું નામ ઉજાળ્યુ છે.

સુરતમાં જીમ ટ્રેનર અને ઝુમ્બા ઈન્સ્ટ્રક્ટર તરીકે કામ કરતી માનસી ઘોષ મૂળ કોલકત્તાની છે. છેલ્લા ઘણા સમયથી તે બોડી બિલ્ડીંગ અને પાવર લિફ્ટીંગ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહી છે. એક પછી એક તેને મોટાભાગની સ્પર્ધાઓમાં સફળતા મળતી આવી છે. હવે તેણે ગુજરાતની રાજ્યકક્ષાની સ્પર્ધામાં પોતાના નામનો ડંકો વગાડ્યો છે. રો પાવરલિફ્ટીંગ એસોસીએશન-ગુજરાત દ્વારા સુરત ખાતે આયોજીત ચેમ્પીયનશીપમાં મહિલા અને પુરુષો મળી 400થી વધુ લોકોએ ભાગ લીધો હતો. અલગ અલગ વજનની કેટગરીમાં 70 યુવતીઓ આ સ્પર્ધામાં ઉતરી હતી. જેમાં 50-60 ની કેટગરીમાં 10 છોકરીઓ વચ્ચે હરીફાઈ થઈ હતી. જેમાં પાવરલિફ્ટીંગ, બેન્ચપ્રેસ અને ડેડલિફ્ટમાં માનસીએ બીજા સ્પર્ધકોને પાછળ પાડી પ્રથમ નંબર મેળવ્યો હતો. વિજેતા થતા માનસીને પ્રમાણપત્ર અને ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યુ હતું. આ પહેલા માનસી ત્રણ વખત ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટીંગ ચેમ્પીયનશીપ, સાઉથ ગુજરાત બેન્ચપ્રેસ સ્પર્ધામાં એક વાર સ્ટ્રોંગેસ્ટ વુમનનુ ટાઈટલ અને એક વાર ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેમજ બે વાર તે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ ચુકી છે.
છેલ્લા ઘણા મહિનાઓથી જીમ રોજ કલાકો સુધી કસરત અને નિયમીત ડાયટ પ્લાનથી પોતાનું શરીર જીત મેળવવા માટે સક્ષમ બનાવ્યુ છે એવું માનસીએ જણાવ્યુ હતું. આ ઉપરાંત તેણે પોતાની સફળતાનો મંત્ર શેર કરતા કહ્યુ કે, સતત પ્રયત્ન અને પોતાની જાત ઉપરના વિશ્વાસથી સફળ થવાઈ છે. તેણે અન્ય મહિલાઓને એવો સંદેશ આપ્યો છે કે, મહિલાઓ આવી કોઈ સ્પર્ધામાં ભાગ લે એવુ જરૂરી નથી પણ તેમણે હંમેશા ફીટ રહેવું જોઈએ એ ખૂબ જ જરૂરી છે. માનસીએ એ પણ કહ્યુ કે આ જ સ્પર્ધામાં અન્ડર 82 કિલો વેઈટ કેટેગરીમાં 40 વર્ષના શિખાબેન ચીરાનિયા સિલ્વર મેડલ મેળવ્યુ છે. એમની પાસેથી પ્રેરણા મેળવવા જેવી છે. સફળતા માટે પોતાની મહેનતની સાથે તેમના કોચ અજીતસિંઘ અને સુજીતસિંઘની મહેનત અને માર્ગદર્શન તેમજ પરિવારનો સપોર્ટ કારણભૂત હોવાનું માનસીએ કહ્યુ હતું.

Advertisement


Share

Related posts

અરવલ્લી જિલ્લામાં હવે One Nation, One Challan લાગુ, 90 દિવસમાં મેમો નહીં ભરો તો કોર્ટમાં જવુ પડશે

ProudOfGujarat

અંકલેશ્વર : દઢાલ ગામની અમરાવતી નદીમાં માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલ ચાર ડૂબ્યા : ત્રણનાં મોત, એકની હાલત ગંભીર.

ProudOfGujarat

ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં આવેલ આદ્યમહેશ્વરી સોસાયટીમાં બે મકાનો નેનિશાન બનાવીને ચોરી કરતા તસ્કરો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!