દિનેશભાઇ અડવાણી
પોલીસ મહાનિરીક્ષક શ્રીઅભયસિંહ ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર ડિવિઝન વિસ્તારમાં બનતા ડી.પી ચોરીના ગુનાઓમાં રોક લાવવા તેમજ ચોરને શોધી કાઢવા અંકલેશ્વર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક સાહેબ એલ.એ.ઝાલા સાહેબની સૂચના હેઠળ એલ.સી.બી તથા એસ.ઓ.જી તેમજ પેરોલ ફલૉ સ્કોડના પોલીસ પેરોલ ફલૉ સ્કોડની રચના કરવામાં આવેલ અને એસ.ઓ.જી.ના ઇન્સ્પેક્ટર પી.એન.પટેલ તથા એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વાય.જી.ગઢવી એલ.સી.બી તથા કે.એમ.ચૌધરી એસ.ઓ.જી ભરૂચ તથા પોલીસ માણસો ડી.પી ચોરીના ગુનાઓ શોધી કાઢવા કાર્યરત હતા.તે દરમિયાન અ.પો.કો સરફરાજભાઇ મહેબુબભાઇને તેમના અંગત બાતમીદાર મારફતે બાતમી મળેલ કે પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં કેટલાક ઈસમો ડી.પી માં ઉપયોગ થતો કોપર વાયર લઈ વેચાણ સારું શંકાસ્પદ હાલતમાં ફરી રહેલ છે.જે બાતમીના આધારે સ્કોડના પોલીસ માણસો તથા સ્થાનિક અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના માણસો વોચમાં રહેતા યોગેશભાઈ વસાવા,નિલેશભાઈ નટવરભાઈ વસાવા, નિતેશભાઇ અજીતભાઈ વસાવા,વિજયભાઈ બાબુભાઈ વસાવા,રોહનભાઈ વસાવા,શૈલેષભાઈ મગનભાઈ વસાવા કુલ છ જેટલા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આરોપીઓ પાસેથી કોપર વાયર ૧૧ કી.ગ્રા કિંમત રૂપિયા ૩૮૫૦,મોટરસાયકલ નંગ-૩ કિંમત રૂપિયા ૬૫૦૦૦ તથા મોબાઈલ નંગ-૩ કિંમત રૂપિયા ૫૫૦૦ મળી કુલ રૂપિયા ૭૪૩૫૦ જપ્ત કરેલ છે.