દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લાના પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અનુસાર લોકસભાની ચૂંટણી અગાવ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા વિવિધ પગલાં ભરાય રહ્યા છે.ત્યારે અંકલેશ્વર પોલીસ તત્રંને મળેલ બાતમી અનુસાર અંકલેશ્વરના પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલાની સૂચનાના આધારે ભડકોદ્રા બીટના પોલીસ સ્ટાફના માણસો સાથે નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.ધુલીયાને મળેલ બાતમીના આધારે ભડકોદ્રા ગામ ખાતે આવેલ પિરામણ ગામ તરફ જવાના જુના રસ્તાની બાજુમાં આવેલ કોતરમાં ખજૂરીના ઝાડ પાસે આવેલ ગંદા પાણીના નાળામાં ઉગી નીકળેલ વેલ્લામાં ચંપાબેન અરવિંદભાઈ અને તેના બે છોકરાઓ ગેરકાયદેસરનો દારૂનો વેપલો કરી રહ્યા છે તેવી બાતમી મળતા આ અંગે રેડ કરતા બાતમી વાળી જગ્યાએ ભારતીય બનાવટના વિદેશી દારૂની ૭૫૦ મી.લી તથા ૧૮૦ મી.લી ની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-૫૧૧ કિંમત રૂપિયા ૫૯૨૦૦ નો મુદ્દા માલ ઝડપી પાડેલ છે અને ચંપાબેન વસાવા અને અતુલ વસાવા તથા અજય વસાવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વધુ તાપસ અંકલેશ્વર GIDC પોલીસ કરી રહી છે.