દિનેશભાઇ અડવાણી
દહેજ ની મેઘમણી કંપનીમા મળસ્કાના સમયે આગ ફાટી નીકળી હતી.આ આગના બનાવમાં બે જેટલા કર્મચારીઓનું મોત નીપજ્યું હતું અને ૮ જેટલા કર્મચારીઓ દાજી ગયા હતા.જે પેકીનાં ૮૦% દાજી ગયેલ કર્મચારીઓને સારવાર અર્થે વડોદરા લઇ જવાયા છે.જયારે હજી ૬ કરતા વધુ કર્મચારીઓ ભરૂચ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.કર્મચારીઓના કલ્યાણ અર્થે કામ કરાય છે તેવા મેઘમણી ઇન્ડસ્ટ્રીઝના આ બનાવમાં મોતને ભેટેલાં બે કર્મચારીઓના નામ અને વિગતો આ બનાવ અંગે ફરિયાદ નોંધાવનાર અને મેઘમણીના ઉચ્ચ અમલદાર શરદ મકવાણા જણાવી શક્યા ન હતા આનાથી વધુ કામદારોની લાચારી બીજી શુ હોય શકે?.બનાવના પગલે કર્મચારીઓ-કામદારોની દુનિયામાં રોષની લાગણી ફેલાય ગઈ છે.આજે સવારે મેઘમણી ઓર્ગેનિક યુનિટ ૩ માં સાયપર પ્લાન્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.જેના પગલે ૮ ફાયર બ્રિગેડના વાહનોએ આગ ઓલવવા તમામ પ્રયાસો કર્યા હતા તેમ છતાં હજી પણ ધુમાડા જણાય રહ્યા છે.આ બનાવ અંગે ફેક્ટરી ઇન્સ્પેક્ટર સઘન તપાસ કરે તેવી માંગ ઉભી થઇ છે.આવા બનાવો બનવાના પગલે સરકારી અમલદાર તત્રં કે જેમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટરનો પણ સમાવેશ થાય છે.તે તમામ પર શંકાની લોકચર્ચા ચાલી રહી છે.હાલ વડોદરા ખાતે ૮૦% દાજી ગયેલ અને સારવાર લેનાર કર્મચારી-કામદારોમાં ધવલ બોડિયા,દશરથ કૌલ,રાજેશભાઈ રાજ મારવાડીયાનો સમાવેશ થાય છે.આ બનાવની તપાસ દહેજ પોલીસ કરી રહી છે.