દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લાના દહેજ સેઝ વિસ્તારમાં આવેલ મેઘમણી ઓર્ગેનીક કંપનીના યુનિટ 3 માં આવેલ પ્લાન્ટ ખાતે આજ રોજ વહેલી સવારે રસાયણિક પ્રક્રિયા દરમ્યાન પ્લાન્ટમાં આગ ફાટી નીકળતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો,વહેલી સવારે લાગેલી આગ માં ૧ કામદાર નું મોત થયું હતું તેમજ ૫ થી વધુ કામદારો ઘાયલ થતા તમામ ને સારવાર અર્થે શહેર ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા .
Advertisement
હાલ પ્લાન્ટ માં આગ કયા કારણોસર આગ લાગી તે કારણ સ્પષ્ટ થયું નથી,ઘટના અંગેની જાણ દહેજ પોલીસ સહિત તંત્ર ના અધિકારીઓને થતા તેઓએ સ્થળ ઉપર પહોંચી મામલા અંગેની વધુ તપાસ હાથધરી છે,જાણવા મળ્યા મુજબ 2 કલાક ની ભારે જહેમત બાદ ૬ થી વધુ ફાયર ફાઇટર ની મદદ થી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.