Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ શક્તિનાથ પાસે ખુલ્લી ગટરના પગલે ગંદકીનું સામ્રાજ્ય.ગટરના ભૂંગળા ચોરાયા?

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ નગરના શક્તિનાથને ભરૂચના મુખ્ય વિસ્તાર તરીકે ગણવામાં આવે છે.વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન આજ વિસ્તારમાં કરવામાં આવે છે .એટલું જ નહિ પરંતુ જાહેર સભાઓ પણ આજ વિસ્તારમાં યોજવામાં આવે છે એટલું જ નહિ પરંતુ ભરૂચ નગરના મોટા ગજાના અધિકારીઓ અને પદાઅધકારીઓ આજ વિસ્તાર માંથી દિવસમાં કમસે કમ એક વાર પસાર થાય છે.ત્યારે આવા વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી મહિનાઓથી વહી રહ્યું છે.એટલે સુધી કે વારંવાર આ અંગે નગરપાલિકામાં રજુઆત કર્યા બાદ નગરપાલિકાના કર્તા-હર્તાઓએ આ કામને ધ્યાન માં લઇ મજુર કરેલ હતું.ભૂંગળાઓ પણ નખાયા હતા પરંતુ ભૂંગળાઓની ચોરી થઈ હોય તેવી સંભાવના સેવાય રહી છે.હજી પણ જતા-આવતા ભક્ત જનોને આવા ગંદા પાણીના પગલે ફરી નાહવું પડે તેવું હાલ જણાય રહ્યું છે.ત્યારે ગટરના ભૂંગળા કોણ ચોરી ગયું તેની તપાસ થવી જરૂરી છે.આ વિસ્તાર પરથી ગાયંત્રી નગર,મુક્તિ નગર,અને અન્ય વિસ્તારના લોકો સતત અવાર જવર કરે છે તેમ છતાં તત્રંની આંખ ઉઘડતી નથી.

Advertisement


Share

Related posts

આવનારા ૨૪ કલાકમાં લોકસભાના ઉમેદવારો જાહેર થઇ જાય તેવી સંભાવનાના પગલે સમગ્ર ભરૂચ પંથકમાં રાજકીય ઉત્તેજનાઓ…

ProudOfGujarat

કરજણ તાલુકાના કલા શરીફ ખાતે રસીકરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

તેલંગણામાં સ્ટેડિયમની દિવાલ ધરાશાયી થતાં 3 લોકોનો મોત, 10 ઈજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!