Proud of Gujarat
FeaturedGujarat

નર્મદા જિલ્લાના શેડો એરિયાના તમામ ૧૦૩ જેટલા મતદાન કેન્દ્રો ખાતે વાયરલેસ અને વોકીટોકી સેટ સાથેનાં સ્ટાફને ડેમોન્સ્ટ્રેશન માટે કરાયાં તૈનાત…

Share

વિશાલ મિસ્ત્રી રાજપીપળા

નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલે નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાના શેડો એરિયામાં આવેલ મોટી ભમરી, બિતાડા, પલસી, મોજી, ખુટાઆંબા, આમલી, ગાગર, ગાડીત, બોરીદ્રા અને નાની ચીખલી ગામ ખાતેનાં મતદાન કેન્દ્રોની મુલાકાત લઇ મતદાનના દિવસે સંદેશા વ્યવહારની આપલે માટે ઉપયોગમાં લેવાનારા વાયરલેસ અને વોકીટોકી સેટનાં ડેમોન્સ્ટ્રેશન-નિદર્શન થકી તેની ચકાસણી કરી હતી.નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ પરમાર, નાંદોદનાં મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી કે.ડી. ભગત અને વન વિભાગનાં અધિકારીઓ પણ આ મુલાકાતમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પટેલની સાથે જોડાયાં હતાં.

Advertisement

અત્રે એ ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાનાં નાંદોદ અને ડેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારના ૧૦૩ જેટલા મતદાન મથકો શેડો એરિયામાં આવેલ છે,જે પૈકી નાંદોદમાં- ૩૧ અને ડેડીયાપાડામાં ૭૨ મતદાન મથકોનો સમાવેશ થાય છે.જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સંદેશાવ્યવહાર આપલેનાં ડેમોન્સ્ટ્રેશન માટે ગઇકાલે જિલ્લાનાં ઉક્ત ૧૦૩ જેટલા તમામ મતદાન કેન્દ્રો ખાતે પોલીસ અને વન વિભાગનાં ફરજ ઉપર રહેનારા કર્મચારીઓને વાયરલેસ અને વોકીટોકી સેટ્સ સાથે તૈનાત કરાયા હતાં, જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે. પટેલે નાંદોદ વિસ્તારનાં ઉક્ત નિર્દિષ્ટ ગામોની મુલાકાત દરમિયાન વાયરલેસ અને વોકીટોકી સેટના સંચાલનની ચકાસણી ઉપરાંત આ ગામોમાં જે તે કંપનીઓ તરફથી ઉપલબ્ધ નેટવર્કની પણ ચકાસણી કરી તેની જાણકારી મેળવી હતી.જેથી મતદાનના દિવસે વાયરલેસ-વોકીટોકી સેટ સિવાય ઉપલબ્ધ અન્ય નેટવર્કની સુવિધા વિકલ્પરૂપે તેનો ઉપયોગ કરી શકાય. જિલ્લામાં JIO કંપની દ્વારા નવા ટાવર ઉભા કરવાની કામગીરી થઇ રહેલ હોઇ આગામી દિવસોમાં શેડો એરિયાનાં મતદાન કેન્દ્રોની સંખ્યામાં ઘટાડો થવાની સંભાવના છે, તેમ જણાવી મતદાનનાં દિવસે BSNL ને તેની સેવાઓ અવિરતપણે ચાલુ રહે તે જોવાની પણ સૂચના આપી હોવાની પટેલે જાણકારી આપી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલની ઉક્ત મુલાકાત દરમિયાન મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી કે.ડી. ભગત અને નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમારે જરૂરી વિગતોથી પટેલને વાકેફ કરવાની સાથે પૂરક માહિતી પણ આપી હતી.


Share

Related posts

અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે રેલવે ઓવર બ્રિજ ઉપર સ્પેઇન ગર્ડર બેસાડવા અંગે તા.11 તેમજ 12 નાં રોજ ટ્રેનોનાં સમય અને સ્થાનમાં હંગામી ફેરફાર કર્યા.

ProudOfGujarat

છોટાઉદેપુરમાં આઝાદી કા અમૃતમહોત્સવ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના યુવામોરચા દ્વારા બાઇક રેલી યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પાણીયાદરા નજીક અનઅધિકૃત ગેસ રિફિલિંગ કરતાં બે ને ઝડપી પાડતી દહેજ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!