મહિસાગર રાજુ સોલંકી
ગુજરાતમાં આદિવાસી સમાજની વસ્તી બહોળા પ્રમાણમાં છે.અને અંબાજીથી લઇને ઉમરગામ સુધીના પટ્ટીવિસ્તારમાં તેઓ વસવાટ કરે છે.આદિવાસી સમાજ આજે શિક્ષિત બન્યો અને કૃષિક્ષેત્રે પણ સમૂધ્ધ બન્યો છે.પણ આજના બદલાતા જતા કલ્ચરયુગમાં પોતાની સંસ્કૃતિને આદિવાસી સમાજે જીવંત રાખી છે.જે ગુજરાત માટે ગૌરવની વાત છે.એક સમયે અખંડ પંચમહાલ ગણાતા આ જીલ્લામાથી મહિસાગર અને દાહોદ જીલ્લા અલગ થયા છે.તેવા મહિસાગર જીલ્લામાં હોળી ધુળેટીની પંરપરાગત ઉજવણી કરવામાં આવે છે.જેનો માહોલ રંગપાચમ સુધી રહે છે.આવો આપણે આદિવાસી સમાજની હોળીના તહેવારની રંગત ધુળેટી પછીના રંગ પાચમ તેમજ વધુમાં આઠમ સહિતના દિવસો સુધી ચાલે છે.
મધ્ય ગુજરાતમાં બહુતુલ્ય આદિવાસી વસ્તી ધરાવતો મહિસાગર, પંચમહાલ અને દાહોદ જીલ્લાના આવેલા ગ્રામીણ વિસ્તારમાં હોળી ધુળેટીના પર્વની એક અનોખી રીતે ઉજવતા હોય છે.ગ્રામીણ વિસ્તારમાં રહેતા વિવિધ જ્ઞાતિના લોકોની તહેવારોને લઇને પોતપોતાના પરંપરાગત રીતરિવાજો છે. પરંતુ જેમા આદિવાસી સમાજની હોળી ધુળેટીના પર્વની ઉજવણી આકર્ષણનુ કેન્દ્ર બની રહી છે.જેમાં કડાણા તાલુકાના આવેલા ગ્રામીણ વિસ્તારોમાં હોળીપર્વની ઉજવણી સૌ કોને એટલે એટલા માટે આકર્ષે છે.કે અહી કોઇ ડીજે,બેન્ડનુ સંગીત નથી પણ પરપંરાગત ઢોલના ઢબકારે આદિવાસી સમાજના લોકો ભેગા મળીને નૃત્ય કરે છે.યુવાનોથી માંડીને વૃધ્ધોની નૃત્ય કરવાની ધગશ અને હિમંતને દાદ દેવી પડે.કડાણાના ઘણા ગામોમાં આ રીતે દાડીયા નાચના નૃત્યો
કરવામાં આવે છે.હોળીધુળેટીમાં ઘેરૈયાની બોલબાલા વધારે છે.જે અવનવા કપડા ધારણ કરે છે.તેમની સાથે પણ અન્ય લોકો ઘેરૈયા બને છે.અને ત્યારબાદ ગોઠ (હોળીના સમયે માગવામાં આવતા નાણા) ગામમાં ફરીને ઉઘરાવાય છે.અને લોકો પણ ગોઠ આપેછે.
ઘેરૈયાઓ પાસે લીધેલી બાધા માનતા ક્યારેય ખોટી પડતી નથી તેવી સમાજમાં એક ધાર્મિક માન્યતા રહેલી છે.જેમકે કોઇ દંપતીના ઘરે સંતાન ના થતુ હોય અને તેઓ ઘેરૈયા પાસેથી બાધા માનતા લેતો તે પુરી થતી હોવાનુ લોકોનુ માનવુ છે.ત્યારબાદ માનતા સફળ થાય ત્યારે ઘેરૈયા જે દંપતીએ બાધા લીધી હોય તેમના ઘર પર ચઢીને નૃત્ય કરે છે.આમ મહિસાગર પંથકમાં હોળી ધુળેટીના તહેવારની ઉજવણી રંગપાચમ સુધી રહે છે.