Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ એસ.ઓ.જી પોલીસે નવી મુંબઈથી અપહરણ કરાયેલ બાળકને મુક્ત કરાવી અપહરણ કરનાર પતિ-પત્નીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એસ.ઓ.જી પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કાર નંબર-એમએચ 02.ઇએચ.4206માં નવી મુંબઈથી બાળકનું અપહરણ કરી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે જે બાતમીને આધારે પોલીસે માંડવા ટોલપ્લાઝા પાસે ઉભી હતી તે વેળા બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી મૂળ રાજસ્થાનના અને નવી મુંબઈ ઉલવા સેક્ટર-8માં રહેતા અપહરણકર્તા જીનતસિંગ બેચરસીંગ રાવ અને સિરોજબેન જીનતસિંગ રાવને ઝડપી પાડી અપહરણ કરાયેલ ત્રણ વર્ષના બાળક અયાન અબ્દુલ હમીદ શેખને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવી ઝડપાયેલા બન્ને અપહરણકર્તાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

ભરૂચનાં વડદલા ગામ પાસે ટેન્કરમાંથી કેમિકલ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

હજારો નહિ પણ લાખો દિલોની ધડકન એવી ચાંદની શ્રી દેવી નું રહસ્યમય સંજોગોમાં મોત થવાથી શ્રી દેવીના લાખો ચાહકો સ્તબ્ધ થઇ ગયા.

ProudOfGujarat

વલસાડ : નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ પારડી વિધાનસભા વિસ્તારમાં રોડ મરામત કામગીરીનું સ્થળ નિરક્ષણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!