હોળી નો પર્વ હોય સાથે કેસુડાના ફૂલોની મહેક હોય તો આદિવાસીઓ ઝૂમી ઉઠે છે તેવામાં અંકલેશ્વર તાલુકાના સજોદ ગમે રૂડો અવસર યોજાયો આદિવાસી સમાજ વિકાસ મંડળના સ્વ. અનિલભાઈ રામુભાઇ વસાવા અને તેમના થનગનતા કાર્યકરોએ અથાગ મહેનત કરી કાર્યક્રમનું આયોજન કર્યું પરંપરાગત હોળી સાથે પૂજા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાતા અનોખું વાતાવરણ સર્જાયું સમાજના કુરિવાજો દૂર કરવા ,એકતા લાવવા ,વ્યસનથી દૂર રહેવાના ,શિક્ષણ નો વ્યાપ વધારવા બાબતે સંદેશ અપાયા આદિવાસીઓ અન્ય રહીશો અને મહાનુભાવો પુલકિત મને ઝૂમી ઉઠ્યા સાથે ભોજન લીધું રાજકારણ થી માંડીને તમામ વા ડા ફગાવી સૌ ભેગા થયા જેમાં એકતા પરિસદના મહાસચિવ અશોક ચૌધરી ,ડો શાંતિકર વસાવા ,સાંસદ મનસુખવસાવા અગ્રણી અનિલભગત ,જીવરાજવસવા ,મગન વસાવા ,વિનય વસાવા ડી સી સોલંકી વિનોદ વસાવા રજની વસાવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement