Proud of Gujarat
FeaturedGujarat

આવનારા ૨૪ કલાકમાં લોકસભાના ઉમેદવારો જાહેર થઇ જાય તેવી સંભાવનાના પગલે સમગ્ર ભરૂચ પંથકમાં રાજકીય ઉત્તેજનાઓ…

Share

દિનેશભાઈ અડવાણી

લોકસભાની ચૂંટણીને આડે માંડ એક મહિનાનો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે ભરૂચ સંસદીય બેઠક પર કયા પક્ષના કયા ઉમેદવારો ઉભા રહેશે તે અંગે લોકોમાં અટકળો અને ઉત્તેજનાઓ જણાય રહી છે.હાલમાંતો ગલીમાં ફરતા રાજકીય કહેવાતા કાર્યકરોને પણ દિલ્લીના સપના આવતા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે.કેટલાક નેતાઓએ ખાદીના કપડાઓ,કફની પાયજામો,કાજીવાળી કરી અક્કડ કરી રહ્યા છે પરંતુ આવનારા આ ૨૪ કલાક દરમિયાન ભલભલાના સપના ચકના ચૂર થઇ જાય તેવી સંભાવના જણાય રહી છે.વિવિધ રાજકીય પાર્ટીઓના ઉમેદવારો આવનારા ૨૪ કલાકમાં જાહેર થાય તેવી સંભાવના નકારી શકાતી નથી.આવી પરિસ્થિતિમાં ભરૂચ પંથકમાં રાજકીય ગરમાયો જણાય રહ્યો છે.આવનારા દિવસોમાં હવે કહેવાતા કાર્યકરો વાસ્તવમાં ચૂંટણીના જંગ માં મેદાનમાં ઉતરશે કે માત્ર દેખાડો કરશે તે તો આવનાર સમય જ કહેશે જોકે ચાલતી લોક ચર્ચા પ્રમાણે આ વખતે અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટી નીકળે તેમ પણ જણાય રહ્યું છે.આવા સમયે ભરૂચ સંસદીય વિસ્તાર કે જેમાં મુસ્લિમ,આદિવાસી અને OBC મતોનું પ્રભુત્વ છે ત્યારે કયા ઉમેદવારની પસંદગી રાજકીય પક્ષો કરે તે જોવું રહ્યું.અત્યાર સુધી ૨૨ ભરૂચ સંસદીય લોક સભા બેઠક સામાન્ય હોવા છતાં મુખ્યત્વે આદિવાસી ઉમેદવારો વચ્ચે જંગ જામે છે તે બાબત જુદી છે તેથીજ ઘણા લોકો એમ માની રહ્યા છે કે રાજકીય પક્ષોએ સામાન્ય બેઠકો પર સામાન્ય જ્ઞાતિના ઉમેદવારો ઉભા રાખવા જોઈએ.

Advertisement

Share

Related posts

रिलायंस एंटरटेनमेंट की फैंटम फिल्म्स और मेघना गुलज़ार मिल कर मुंबई के पूर्व पुलिस कमिश्नर राकेश मारिया की ज़िंदगी और केस फ़ाइल पर आधारित ओरिजिनल श्रृंखला का निर्माण करेंगे!

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં NFSA તથા NON-NFSA BPL કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાયું.

ProudOfGujarat

સુરેન્દ્રનગર-લીંબડીના એ.ડી.જાની રોડ પર સ્કૂટર લઇ ને જતા વેપારીને મારમારી લૂંટી લેવાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!