દિનેશભાઈ અડવાણી
ભરૂચ નગરના હેરિટેજ વૉકમાં સમાવેશ પામેલ રતન તળાવના પાણીના શુદ્ધિકરણ અંગેના પ્રોજેક્ટ અંગે વારંવાર તત્રં દ્વારા શરૂઆત કરવામાં આવી.વર્ષ ૧૯૯૮ થી રતન તળાવના પાણીના શુદ્ધિકરણ અંગેની વાતો કરતી રહી છે અને તે સાથે શુદ્ધિકરણ માટે બજેટ પણ ફાળવવામાં આવી રહું છે.લાગ-લગાટ વર્ષોથી બજેટ ફાળવતા કેટલાક લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે આટલા ખર્ચમાં તો રતન તળાવનું નવ નિર્માણ થઈ શકે.હેરિટેજ વૉકમાં રતન તળાવના સમાવેશ બાદ મોટા પાયે પાણીના શુદ્ધિકરણ અંગે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો.જેના અમલ અંગે કાચબાઓને તૈયાર કરેલ કુંડીઓમાં સ્થળાંતર કરાયા પરંતુ યોગ્ય સમયે કામગીરી કરવામાં ન આવી.લાખો રૂપિયા ખર્ચાયા છેવટે સ્થાનિકોની રજૂઆતોના પગલે કાચબાઓના જીવ ને જોખમમાં ન મુકાય તે માટે વન વિભાગના કર્મચારીઓની હાજરીમાં કાચબાઓ કુત્રિમ કુંડ માંથી ફરી રતન તળાવના પાણીમાં છોડવામાં આવ્યા.