નબીપુર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના નામે વર્ષ 2014માં મદદનીશ ચેરિટી કમિશનર ભરૂચમાં બોગસ ઠરાવો અને ખોટા સોગંદનામા કરી ફાઉન્ડર ટ્રસ્ટીઓના નામો બદલવા સત્તા હસ્તગત કરવા ગુનાહિત ષડયંત્ર અંગે સાત દિવસમાં તપાસ કરી અહેવાલ કરવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા પોલીસને હુકમ કરાયો છે.નબીપુર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓના નામે વર્ષ 2014માં મદદનીશ ચેરિટી કમિશનર ભરૂચમાં રેકોર્ડ ઉપર બોગસ સોગંદનામા કરી કોઈ સત્તા વિના ખોટા ઠરાવ કરી ટ્રસ્ટની સત્તા હસ્તગત કરવા ગેરકાયદેસર મંડળી બનાવી સામાન્ય હેતુ પાર પાડવાના ચકચારી પ્રકરણ તેમજ ટ્રસ્ટના બંધારણમાં બોગસ સહીઓ સાથે ચેડાં કરી સ્વર્ગસ્થ ફાઉન્ડર ટ્રસ્ટીઓના ખોટા મરણ દાખલા રજુ કરી સામાન્ય હેતુ પાર પાડવાના ગુના અંગે નબીપુરના જાગૃત નાગરિક રફીક વાડીવાલાએ નબીપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા અરજ ગુજારી હતી.જોકે પોલીસે ગુનો દાખલ ન કરતા આ અંગે બિનજામીનપાત્ર ગુનો બનતો હોય નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવતા હાઇકોર્ટના નામદાર જજ સોનિયા ગોકાણીએ સમગ્ર બાબત અંગે સાત દિવસમાં કોઇપણ જાતનો વધુ સમય વેડફ્યા વિના તપાસ કરી એફ.આઈ.આર દાખલ કરવા અન્યથા તપાસ અહેવાલ રજૂ કરવા હુકમ કર્યો હતો.
નબીપુર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટમાં બોગસ સોગંદનામા-ખોટા ઠરાવો સંદર્ભે સાત દિવસમાં તપાસ કરવા હાઈકોર્ટનો પોલીસને આદેશ.પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાતા ફરિયાદી હાઇકોર્ટના શરણે…
Advertisement