દિનેશ અડવાણી
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત આવેલી શ્રીમતી પુષ્પાવતી દેવીદાસ સંસ્કારદિપ વિદ્યાલય માં આજરોજ ફી વધારા તેમજ ગણવેશ ના મુદ્દે ભારે હોબાળો મચ્યો હતા સ્કૂલના પટાંગણમાં વાલીઓનો ભારે આક્રોશ ફાટયો હતો ટ્રસ્ટીઓ દ્વારા જે વાલીઓ રજૂઆત કરવા આવ્યા હતા તેમના બાળકોને કાઢી મુકવાની ધમકી આપીહતી. જેથી જીઆઇડીસી વિસ્તારમાં આ અંગે લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી આ અંગે વાલીઓના હોબાળો બાદ ટ્રસ્ટીઓએ આ અંગે વાલી મીટીંગ બોલાવી સોમવાર સુધી યોગ્ય નિર્ણય લઈશું એવી બાંહેધરી આપવામાં આવી છે પરંતુ અંકલેશ્વર ખાતે કેટલીક ખાનગી શાળાઓમાં હજુ પણ ફી વધારો ઘટાડવામાં કરવામાં આવ્યો નથી. એક તરફ બેરોજગારીની સંખ્યા માં વધારો જોવા મળી રહ્યો છે નોકરી ધંધા રોજગારમાં કોઈપણ પ્રકારનો ફાયદો પ્રજાને મળતો નથી ઉપરથી આવા ફી વધારા ના કોયડો પરિવાર પર દેવાતા પરિવારનો આર્થિક ભારણ વધતું જાય છે જેથી ગુજરાતની સરકાર તેમજ કચેરી ઓફિસ આ અંગે વાલીઓના હિતમાં કઈ ઘટતી કાર્યવાહી કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે આ ઘટના બાદ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે અંકલેશ્વર જીઆઇડીસીના આગેવાનો હિંમત શેલડીયા મહેશ પટેલ જશુ ચૌધરી સહિત અન્ય હોદ્દેદારો નો કાફલો દોડી આવ્યો હતો આ અંગે જીઆઈડીસી પોલીસ મથકમાંથી પોલીસ કાફલો પણ સંસ્કાર વિદ્યાલય ખાતે દોડી આવ્યો હતો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર સાવચેતીના ભાગ રૂપ પોલીસ સ્થળ પર હાજર રહી હતી.