Proud of Gujarat
FeaturedGujarat

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરતી સંસ્થાઓ…

Share

પોતાના ઘર ઉપર પક્ષીઓ માટે પાણી મુકવા કુંડાનું વિનામૂલ્યે વિતરણ સાર્થક ફાઉન્ડેશન તથા મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા ચકલી ઘર અને કુંડાનું વિતરણ 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી ઘર તથા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું.ભરૂચના લિંક રોડ ઉપર આવેલ ઉન્નતી વિદ્યાલય સ્થિત સાર્થક ફાઉન્ડેશન તથા મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પક્ષીઓને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી તથા રહેવા માટે ઘર મળે તે માટે ચકલી ઘર તથા ઘર-મકાન ઉપર પક્ષીઓ માટે પાણી ભરીને મૂકવા માટેના કુંડાનું વિતરણ વિનામૂલ્યે કરી માનવસેવા એજ પ્રભુસેવાનો સંદેશો સેવાભાવી સંસ્થાઓ આપી રહ્યા છે.ચકલી ઘર અને કુંડા વિતરણમાં પાંજરાપોર ટ્રસ્ટી શાંતિલાલ શ્રોફ,નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણના બી.બી.દેસાઈ,બ્યુટી વિધાઉટ બુટાલિટી,સુરતના વિશાખા કાંટાવાળા એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના આશિષભાઈ બિપીનભાઈ શાહ સહિત સેવાભાવી સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વિનામૂલ્યે ચકલી ઘર તથા પક્ષીઓની તરસ છીપાવવા માટે કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું.

Advertisement

Share

Related posts

વડોદરાના બિઝનેસમેન એ ભાવિ પત્નીને ચાંદ પર એક એકર જમીનની આપી ગિફ્ટ.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા સાયકલોથોન આયોજન કરાયું.

ProudOfGujarat

આ રાશિના જાતકો માટે આવનારા 26 દિવસ વરદાન સમાન રહેશે, સૂર્ય ભગવાનની કૃપા વરસશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!