દિનેશ અડવાણી
ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આવેલ સુફીસંત હઝરત બાવાગોરીશાહ ની દરગાહ પર ૭૮૬મા ઉર્શની ઉજવણી કરવામા આવી, હઝરત બાવાગોર દાદાના ઉર્શની ઉજવણીના ભાગરુપે દરગાહને રોશનીથી ઝગમગાવી દેવામા આવી હતી, તારીખ ૧૮ને સોમવારના રોજ સંદલ ચડાવામા આવ્યો હતો જેમા રાત્રે નાતખા સબ્બિર બરકાતીઓ નાતેપાક ની રંગત જમાવિ હતી અને આજરોજ રાત્રે મસહુર કવ્વાલ અનિશ નવાબનિ રસપ્રદ કવ્વાલીઓથી લોકો ઝુમિ ઉઠયા હતા,ઉર્શના મોકાપર ભારતભરમાથી હજારો શ્રધ્ધાળુઓ અહીયા પધારતા હોય છે અત્રે ભરાતા ભવ્ય મેળામાં વિવિધ ઉપયોગી વસ્તુઓ નુ વેચાણ થાય છે.
પરંપરાગત દર વર્ષે આ દરગાહે દરગાહ શરીફ નો વાર્ષિક ઉર્ષ મુસલમાની રજબ મહિનામાં ઉજવાય છે અને ભાદરવા માં ચસ્મો વધાવવાના દિવસનો મેળો -એમ વર્ષમાં બે વાર ભવ્ય મેળાઓનું આયોજન થાય છે જેમાં ભારતભરમાંથી શ્રધ્ધાળુઓ દરગાહના દર્શનાર્થે આવે છે અને બાવાગોર દાદાની મુબારક દુઆઓ થી પોતાની મનોકામનાઓ પુર્ણ કરે છે બાવાગોર ની દરગાહે ભુતપ્રેત ના વળગાડ વાળી અને મેલી વિદ્યાની અસરવાળી વ્યક્તિઓ નો સદા ઝમેલો રહેછે અને નિયમિત ગુરુવાર ભરવાથી ખરાબ અસર નાબુદ થઇને શીફા (તંદુરસ્તી ) મળે છે ૭૮૬ વર્ષો ઉપરાંત જુની મહાન સુફીસંત હઝરત બાવાગોરીસાહ ની દરગાહ હિંદુ મુસ્લિમ એકતાનુ પ્રતિક મનાય છે આ દરગાહે દર ગુરુવાર અને રવિવારે મોટુ માનવ મહેરામણ ઉમટે છે ઉપરાંત દરરોજ પણ બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ નો પ્રવાહ નિરંતર વહેતો હોય છે.
તારીખ ૧૮ સોમવારના રોજ નાતખાનો પ્રોગ્રામ અને તારીખ ૧૯ મંગળ વાર કવ્વાલી નો જલસો એમ ૨ દીવસિય મેળામા હજારોનિ સંખ્યામાં લોકો આવયા હતા.