Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

દાહોદની ચોરી કરતી પુખ્યાત ગેંગના સાગરીતની ભરૂચ જિલ્લાના ચોરી પ્રકરણોમાં પણ સંડોવણી.જાણો કેવી રીતે?

Share

દિનેશ અડવાણી

તાજેતરમાં ઝગડીયા ગ્રીન વેલી રેસીડેન્સી સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ LCB ભરૂચ પોલીસે ઉકેલી નાખ્યો હતો .જેમાં ચોંકવનારી વિગત એ બહાર આવી હતી કે દાહોદની ચોરી કરતી ગેંગ પણ આ ચોરીના બનાવમાં સામેલ હતી .આ અંગે વધુ વિગતે જોતા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ LCB ઇન્ચાર્જ PI જે.એન.ઝાલાની સૂચના અનુસાર ભરૂચ LCB ના PSI વાય.જી.ગઢવી તેમજ એ.એસ.ચૌહાણે દાહોદ ખાતે તપાસમાં જઈ ત્યાંથી મોટી ખરચ ગામના શકમંદ ઈસમ કનેશ કાળિયાભાઈ બારીયાને વધુ પુછપરછ માટે ભરૂચ ખાતે લઇ આવી સઘન પુછપરછ કરતા જાણવા મળ્યું કે તેણે તેના સાગરીતો સાથે મળી ૨ માસ અગાવ ઝગડીયા ખાતે આવેલ ગ્રીન વેલી રેસીડેન્સી સોસાયટી માંથી રાત્રીના સમયે બંધ મકાનનું તાળું તોડી સોના ચાંદીના દાગીના તથા મોબાઈલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.જે ચોરી કરેલ મોબાઈલ કબ્જે કરવામાં આવેલ છે તેમજ સહ આરોપી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.પકડાયેલ ઈસમોની ગુનો કરવાની રીત-રસમ જોતા આ રીઢા ગુનેગારો રાત્રીના સમયે તેમના સાગરીતો સાથે મળી બંધ મકાનના તાળા તથા નકુચો ત્રિકમથી તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરે છે.આ ગેંગનો ગુનાહિત ઇતિહાસ જોતા વર્ષ ૨૦૦૭માં વડોદરા બાજવા ખાતે લૂંટ કરેલ ત્યારબાદ જામ જોધપુર જિલ્લા જામનગર ખાતે ચોરી કરેલ તે ગુનામાં પકડાતા ૩ વર્ષની કેદ થઇ હતી.જયારે વર્ષ ૨૦૦૯માં દાહોદ ખાતે છકડામાં પેસેન્જર બેસાડવા બાબતે બોલાચાલી અને ઝગડો થતા એક ઈસમનું માર મારી મોત નિપજાવ્યું હતું.ત્યારબાદ આનંદ ખાતે એક મકાન માંથી ચોરી કરી હતી.આ કામમાં LCBની ટીમે અસરકારક ભૂમિકા ભજવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ભાજપના હોદ્દેદારો દ્વારા જંબુસર ખાતે આકાર પામનાર બલ્ક ડ્રગ પાર્કના સ્થળની તેમજ પ્રધામંત્રીના સંભવિત જાહેર સભા સ્થળ માટે મુલાકાત.

ProudOfGujarat

વાંકલ : માંગરોળ તાલુકા મથકે સુરત ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકની સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

લીંબડી હાઇવે પર અજાણ્યા વાહનચાલકે અકસ્માત સર્જી જૈન સાધ્વીને ઇજા પહોંચાડતા જૈન સમાજમાં રોષની લાગણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!