બનાવની ની પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ વીસમી ના રોજ ભરૂચ 108 એમ્બ્યુલન્સ ને સાંજના 6.52 વાગે ભરૂચ શહેર નો એક લેબર પેન નો કેસ મળ્યો હતો.કેસ મળતા ની સાથેજ ભરૂચ 108 ના કર્મચારી પ્રીતિ ચનાવાળા અને પાઇલોટ કલ્પેશ ભાઈ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ લઈ સ્થળ પર પહોંચી ગયા હતા.સ્થળ પર પહોંચી જોતા મહિલા ને પ્રસુતિ નો દુખાવો ઉપડ્યો હોવાથી મહિલા ને લઇ ને 108 એમ્બ્યુલ્સ ઝઘડિયા સેવા રુલર જાવા રવાના થઈ હતી.તે દરમિયાન રસ્તા માં ગુમાન દેવ પાસે પ્રસૂતા ને અસહ્ય પ્રસુતિ નો દુખાવો ઉપડતા 108 ના મહિલા કર્મચારી પ્રીતિ બેન ચનાવાળા દ્વારા 108 એમ્બ્યુલ્સ ને રોડ સાઈડ પર ઉભી રખાવી એમ્બ્યુલન્સ માજ ડિલિવરી કરવાનું નક્કી કરવા માં આવ્યું હતું.108 એમ્બ્યુલન્સ ના અમદાવાદ ખાતે આવેલા હેડ ઓફીસ માં બેસેલા ercp ડોક્ટર ની સલાહ લઈ emt પ્રીતિ ચનાવાળા દ્વારા એમ્બ્યુલ્સ માજ સફળ ડિલિવરી કરવી હતી.અને મહિલા એ એક સ્વસ્થ બાળક ને જન્મ આપ્યો હતો.બાળક નો જન્મ થતા પરિવાર ના લોકો માં ખુશી ની લાગણી વ્યાપી જવા પામી હતી અને 108 ના કર્મચારી પ્રીતિ બેન તથા કલ્પેશ ભાઈ નો આભાર વ્યક્ત કર્યો હતો.નોંધનીય વાત એ છે કે ભરૂચ 108 ના કર્મચારી પ્રીતિ બેન ચનાવાળા વાળા એ આજ દિવસ સુધીમાં 108 એમ્બ્યુલન્સ માં ચાલીસ થી વધુવાર ડિલિવરી કરાવી છે.અને છેલ્લા બે મહિના માં ચાર થી વધુવાર 108 એમ્બ્યુલન્સ માજ સફર નોર્મલ ડિલિવરી કરવી માનવતા નો ઉત્તમ ઉધાહરણ પૂરું પાડ્યું છે જે સન્માન ને પાત્ર છે.
ભરૂચ 108 ના કર્મચારી એ બે મહિના માં ચાર થી વધુ વાર એમ્બ્યુલન્સ માં ડિલિવરી કરાવી માનવતા નો ઉત્તમ ઉધાહરણ પૂરું પાડ્યું હતું.
Advertisement