દિનેશ અડવાણી
આવનાર દિવસોમાં ચકલી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.તારીખ ૨૦મી માર્ચનો દિવસ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે.ત્યારે ભરૂચ પંથકમાં ચકલી એટલે કે પંખીઓનું કેટલું મહત્વ હતું તે અંગેની રસપ્રત વિગતો જોતા ભરૂચ નગર મધ્યે કબૂતર ખાના નામનો પ્રસિદ્ધ વિસ્તાર છે જ્યાં કબુતરની સાથે-સાથે મોટા પ્રમાણમાં ચકલીઓ પણ ચણ ખાવા આવતી હતી.કેટલેક અંશે આજે પણ વત્તા-ઓછા અંશે આ પ્રથા ચાલુ છે.ત્યારે ભરૂચ નગરના પૌરાણિક ઇતિહાસ મુજબ કેટલાક ચાર રસ્તા અને ફૂરજાના વેપારીઓ ચકલીઓ માટે કે પંખીઓ માટે ચણ મફતમાં આપતા હતા.આવો ભરૂચ પંથકમાં અદભુત ચકલી તેથી પંખી પ્રેમનો ઇતિહાસ હતો.હજી આજે પણ ઉનાળાના દિવસોમાં ખુબ મોટી સંખ્યામાં ચકલી અને પંખીઓ માટે ભરૂચના લોકો કાળઝાળ ગરમીમાં ઘરના આંગળે પાણીના કુંડા મૂકે છે.
Advertisement