અંકલેશ્વર
તારીખ.18.03.19
હાઇડ્રો ટેસ્ટ કર્યા વગર ફક્ત ફ્લો ટેસ્ટ કરી લાઇન ચાલુ કરી હતી તેનું આ પરિણામ હોઈ શકે છે- સલીમ પટેલ-પ્રકૃતિ સુરક્ષા મંડળ.
ઝગડીયા ઔદ્યોગિક વસાહત નું એફલુએન્ટ ને દરિયા સુધી લઈ જતી પાઇપ નું હાંસોટ ખાતે ના એક ખેતર માં રાત્રી ના સમયે વધારે ફ્લો વધારે થતા લીકેજ થવા ના કારણે ખેડૂત ના ખેતર માં અનેક જગાએ ખાડા પડી ગયા અને એફલુએન્ટ ખેતર માં વહી ફળદ્રુપ જમીન ને નુકસાન કર્યું હોવાનું ખેડૂતે જણાવેલ છે.
હાંસોટ ના શ્રી અસફાક તાજભાઈ નામના ખેડૂત ના જણાવ્યા મુજબ લાંબા સમય થી ચાલતા આ નાના લીકેજ ની જાણકારી મેં NCTને આપી હતી .પરંતુ NCT દ્વારા રીપેર ના કરાતા આ બનાવ બન્યો હોવાનો અને વારંવાર નું આ નુકશાન થયું આની જવાબદારી કોણ સ્વીકારશે? ખેતી એ જ એકજ મારી આજીવિકા છે. અને આ અગાઉ લીકેજ થયો તયારે પણ મેં અનેક લખિત અને વકીલ મારફત પણ જાણ કરી હોવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી NCT તરફથી કરવામાં આવતી નથી રીપેર કરવા પણ આવતા નથી.હાઇડ્રો ટેસ્ટ કર્યા વગર ફક્ત ફ્લો ટેસ્ટ કરી લાઇન ચાલુ કરી હતી તેનું આ પરિણામ હોઈ શકે છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે આ ઝગડીયા થી દરિયા સુધી જતી લાઇન શરૂઆત થી જ વિવાદિત બની રહી છે. આ લાઇન ના માં કોન્ટ્રાક્ટરો વિવાદ થતા કોર્ટ કેશો થયા જે હાલ પણ ચાલુ જ છે. અંદાજીત ખર્ચ અને અંદાજીત સમય કરતા વધારે સમય અને ખર્ચ થયો છે તેમ છતાં તે કામગીરી માપદંડો મુજબ થઈ ન હતી હાલ ફક્ત ઝગડીયા જીઆઇડીસી નું જ એફલુએન્ટ વહે છે અને તે 10 MLD(અંદાજીત) છે.જ્યારે આ પાઇપ લાઇન ની કેપેસિટી 60 MLD ની છે અને 35 MLD ની મનજુરી જીપીસીબી એ આપી છે. આમ ફક્ત 10 MLD ના ના એફલુએન્ટ ના વહન માં લીકેજ થવા નું કારણ શું હોઈ શકે? એક સંભાવના એ છે કે આ લાઇન હાઇડ્રો ટેસ્ટ કર્યા વગર ફક્ત ફ્લો ટેસ્ટ કરી લાઇન ચાલુ કરી દેવા માં આવી હતી તેનું આ પરિણામ હોઈ શકે છે. અને આવી ગેરકાયદેસર ની મંજુરી આપવામાં જીપીસીબી પણ એટલીજ જવાબદાર છે. હાલ ઝગડીયા જીઆઇડીસી માં નવા-નવા ઉદ્યોગો ની સ્થાપના થઇ રહી છે તેથી ફ્લો વધશે તો શું પરિસ્થિતિ સર્જાશે એ વિચારવું રહ્યું.