અમદાવાદ અને મુંબઈમાં જ થતી કેરોટીડ એન્જિયોપ્લાસ્ટી ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં કરવામાં આવી છે.75 વર્ષીય ખુમાનસિંહભાઈ પટેલને અચાનક જમણા હાથમાં કમજોરી જણાતા તેઓને સારવાર માટે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યા હતા.લાંબા સમયથી હાઈ બ્લડ પ્રેશરની બીમારીથી પીડાતા ખુમાનસિંહભાઈમા પૂર્વે પણ આ જ પ્રકારના લક્ષણો દેખાયા હતા.સારવારના પ્રારંભે તેઓનો એમ.આર.આઈ બ્રેઈન વિથ એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી.જેમાં તેમને માઇનોર પેરાલીસીસની અસર જણાઈ હતી તેમજ એમની ડાબી બાજુની ગળાની ધમની (ઇન્ટરનલ કેરોટીડ આર્ટરી)માં 95% બ્લોકેજ પણ જણાયું હતું.મગજને લોહી પહોંચાડતી આ ધમનીમા બ્લોકેજ દૂર કરવા કન્વેન્શનલ એન્જિયોગ્રાફીની પદ્ધતિથી ગળાની આ નડીમાં સ્ટેન્ટ બેસાડવામાં આવ્યું હતું.આ પ્રક્રિયામાં કોઇપણ જાતના ટાંકા લેવામાં આવતા નથી.તેમજ જાંઘમાંથી એક નળી હસ્તક જ આ સર્જરી કરવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં આ પ્રકારની કેરોટિડ એન્જિયોપ્લાસ્ટી સૌપ્રથમવાર સરદાર પટેલ હોસ્પિટલમાં દ્વારા કરવામાં આવી હતી.ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર કરાયેલ આ સફળ કેરોટીડ એન્જીઓપ્લાસ્ટી બાદ દર્દીને કોઈ જ કોમ્પ્લિકેશન ન જણાતા ત્રીજા દિવસ બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં કેરોટીડ એન્જિયોપ્લાસ્ટી કરાઇ.ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ વખત…
Advertisement