અંકલેશ્વરના હસ્તી તળાવ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા રામ પ્રસાદ યાદવ ના ઘરે પાછલા કેટલા દિવસ થી ડ્રેનેજની સમસ્યા હોય તેની ફરિયાદ અંકલેશ્વર નગરપાલિકા માં નોંધાવા હોવા છતાં અંકલેશ્વર નગરપાલિકાના ડ્રેનેજ વિભાગના કર્મચારીઓ ગટર સાફ કરવા આવતા જ નથી તેવું જણાવ્યું હતું જ્યારે સમગ્ર મામલાની તપાસ કરવા મીડિયા ઓફિસમાં પહોંચ્યું ત્યારે બાંધકામ વિભાગ અને ડ્રેનેજ વિભાગ માં એક પણ કર્મચારી હાજર ન હતા અને પંખાઓ ચાલુ રાખી જમવા ગયા હોય તેવું જણાવ્યું હતું એક તરફ અંકલેશ્વર નગરપાલિકા પાણી બચાવો વીજળી બચાવો ની વાતો કરી રહી છે ત્યારે બીજીતરફ અંકલેશ્વર નગરપાલિકા ના ડ્રેનેજ અને બાંધકામ વિભાગ માં કોઈ ન હોવા છતાં પણ પંખાઓ અને લાઈટો ચાલુ જ હોય જાણે પોતાના ગજવામાંથી જ બિલ ભરતા હોય તેવું લાગી રહ્યું હતું ત્યારે આ અધિકારીઓ ભૂલી જાય છે એ તમામ અંકલેશ્વર નગરપાલિકા નું બિલ પ્રજાના રૂપિયાથી ભણવામાં આવે છે ત્યારે હવે જોવાનું રહ્યું કે અંકલેશ્વર ના co આ બાબતને ધ્યાનમાં લેશે ખરી કે પછી અપના કામ બનતા ભાડ મે જાયે જનતા જેવી પરિસ્થિતિ રહેશે.
વારંવાર ડ્રેનેજની કમ્પ્લેન આપવા છતાં અંકલેશ્વર નગરપાલિકા કામ નથી કરતી હોવાનું પ્રજા આક્ષેપ કરી રહી છે…
Advertisement