ભરૂચ પંથકમાં સાયબર ક્રાઇમના ગુનાઓ ઉત્તરોત્તર વધતા જાય છે.વિવિધ ઉપકરણોનો ઉપયોગ કરી યુવતીઓની પજવણી કરવામાં આવી રહી છે.એટલું જ નહિ પરંતુ યુવતીને ચહેરા પર એસિડ નાખી ચહેરો વિકૃત કરવાની ધમકી પણ આપવામાં આવે છે.આ અંગેની ફરિયાદ સી-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ છે.જેમાં તુલસીધામ નજીક રહેતા યુવતીના પિતાએ જણાવેલ છે કે તેમની પુત્રી કોલેજમાં અભ્યાસ કરે છે અને છેલ્લા લાંબા સમયથી વિવિધ મોબાઈલ નંબર પરથી વિભસ્ત વોટસએપ મેસેજીસ,વિડીયોકોલ તેમજ વોઈસ કોલ આવી રહ્યા છે.આ વિકૃત મગજના આરોપીઓએ એમ પણ જણાવ્યું છે કે હું કોલેજમાં તને મળવા આવું છું આવુ જણાવી માનસિક રીતે હેરાન કરી જો યુવતી યોગ્ય જવાબ ન આપે તો તેનો ચહેરો એસિડ છાંટી વિકૃત કરવાની ધમકી પણ આપવામાં આવે છે.જે અંગે ફરિયાદ નોંધાતા સી-ડિવિઝન પોલીસે એક સગીર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડેલ છે.જોકે આ તમામ વિદ્યાર્થીઓ હોય જનહિત જાનહિતમાં તેમના નામ પ્રસિદ્ધ કરવા યોગ્ય નથી.
એક સગીરવયનો અને બીજા બે આરોપીઓ દ્વારા વોટસએપ વિડીયો કોલ વગેરે દ્વારા સગીરવયની છોકરીને થતી હેરાનગતિની દુઃખદ કહાની એટલે સુધી કે ચહેરો એસિડ નાખી વિકૃત કરવાની ધમકી આપી…
Advertisement