Proud of Gujarat
FeaturedGujarat

સુરત જિલ્લા એલ.સી.બી એ ચોર ટોળકી ઝડપી હતી…

Share

કામરેજ તેમજ કડોદરા વિસ્તાર માં પેસેન્જર તરીકે બેસાડી રોકડા રૂપિયા કાઢી લેતા હતા. 3 આરોપી ની ધરપકડ , 3 મોબાઈલ , 74 હજાર રોકડા , એક કાર મળી 3.87 લાખ નો મુદ્દામાલ જપ્ત.

ટીવી સ્ક્રીન પર દેખાતા આ ત્રણ શખ્સો . કે જેમણે લાંબા સમય થી કડોદરા ,કામરેજ વિસ્તાર માં તરખાટ મચાવ્યો હતો. મુસાફરો ના સ્વાંગ મ કરતા ચોરી. જોકે સુરત જિલ્લા એલ એ બી પોલીસ એ ત્રણેય ને બાતમી આધારે કામરેજ નજીક થી કાર સાથે તમામ ની ધરપકડ કરાઈ હતી. 3 આરોપી સાથે રોકડા રૂપિયા 74 હજાર , એક કાર મળી 3 લાખ 87 હજાર નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં એલ સી બી ને સફળતા મળી હતી.ત્રણેય આરોપીઓ એ પોતાના સાગરીતો સાથે મળી કડોદરા કામરેજ વિસ્તાર માં આતંક મચાવ્યો હતો. કારણ તમામ આરોપીઓ ભાડે થી ગાડી કરતા અને બાદ માં કડોદરા , કામરેજ તરફ જતા મુસાફરો ને ગાડી માં બેસાડતા ,અને ગાડી થોડે દુર જાય કે અંદારો અંદર ધક્કામુકી કરી મુસાફરો ની નજર ચૂકવી પૈસા કાઢી લેતા હતા. આમ મુસાફરો ના સ્વાંગ માજ ગુના ને અંજામ આપતા હોવાની તરકીબ બહાર આવી હતી. સાંભળીએ.જિલ્લા એલ સી બી એ ધરપકડ કરેલ આરોપી ઓ પેકી સાહિલ ખાન રાસીદ પઠાણ, ઝહુર ખાન સરદાર ખાન પઠાણ , તેમજ વસીમ ઉર્ફે કાલિયા શેખ તમામ સુરત ભેસ્તાન આવાસ રહેતા હોવાની કબૂલાત કરી છે. તમામ નો ભૂતકાળ પણ ગુનાહિત હોય અગાઉ કડોદરા કામરેજ વિસ્તાર માં આજ તરકીબ થી 11 જેટલા ગુના ને અંજામ આપ્યા નું બહાર આવ્યું છે. ત્યારે હાલ તો ત્રણ સિવાય હુસેન નામ ના એક ઈસમ ને વોન્ટેડ જાહેર કરી પોલીસ એ વધુ તપાસ આદરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં ઓ.એન.જી.સી બ્રિજ પરની લાઇટો ચાલુ બંધ થતાં વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા.

ProudOfGujarat

હળવદ : મિયાણી ગામ નજીક રસ્તા વચ્ચે ડમ્પર સળગ્યું, ડ્રાઇવરનો આબાદ બચાવ

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં અણધરા ગામે થયેલ વૃદ્ધની હત્યાનાં આરોપીને પોલીસે ઝડપી લીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!