ભરૂચ નગરના લોકો ખૂબ લાંબા સમયથી કેટલાક વિસ્તારો અશાંતધારા તરીકે જાહેર થાય તે અંગેની રજૂઆતો કરી રહ્યા હતા કે જેના પગલે ભરૂચમાં શાંતિ,સલામતી અને સુરક્ષા જળવાઈ રહે અને સાથે-સાથે ભૂ-માફિયા અને બિલ્ડરો પોતાની મનમાની ન કરી શકે તેમ જ બળજબરીથી મિલકતની ખરીદી અને વહેંચણી ન કરી શકે તે માટે અશાંત ધારો લાગુ પાડવામાં આવેલ છે.જેમાં ભરૂચ સિટી પોલીસ મથક વિસ્તારમાં નવગ્રહ મંદિર,જૂની કોર્ટ,પશ્ચિમી ચુનારવાડ,કાચલી પીઠ, કબૂતરખાના,જુના બજાર,ખાલસા વાડ(કંસારા વાડ),કોઠી રોડ,એન્ડુઝ રોડ(દરગાહ રોડ),જાલીયા મસ્જિદ,સોનેરી મહેલ સર્કલ,મલેક વાડ,ડુમવાડ,પુષ્પાબાગ,સાધના સ્કૂલ,બળેલી ખો,બટુકનાથ અખાડા,પાનખાડી,કુંભારવાડ,સુથારનો ટેકરો,હાજીખાના ત્રણ રસ્તા,ચંદનચોક બહારની ઊંડાઈ, દાંડિયા બજાર,ન્યુ આનંદ નગર,રુંગટા સ્કુલ પાછળ,મારવાડી ટેકરો,રાઉડી વાળનો ટેકરો,ધોળીકુઈ બજાર,ભાલીયા વાળ,અને બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતા રેલવે સ્ટેશન,મુસાફરખાના, મૉફિસિયલ જિન કમ્પાઉન્ડ,લાલ દરવાજા ખાડી વિસ્તાર,રાણા સ્ટ્રીટ ફાટા તળાવ,ગડરિયા વાળ ફાટા તળાવ,હવેલી ફળિયા ફાટા તળાવ,ધોબીવાળ ફાટા તળાવ,વાલેનદા કોઠી,હરીજન વાસ, ત્રણ કુવા નવીનગરી,લીંબુ છાપરી,વેજલપુર,ગોકુલ નગર,મુસ્લિમ ખારવા વાળ,મુસ્લિમ ભાલીયા વાળ,વેજલપુર સોદાગરવાડ,વેજલપુર પારસીવાડ,પીર કોઠી માલીવાડ,કુંભારિયા ઢોળાવ,લીમડી ચોક મસ્જિદ વિસ્તાર,સંતોષી માતાના મંદિર વાળો વિસ્તાર,સંતોષી વસાહત નાનુમીયા નાળા પાસે,કસક માછીવાળ આ બધા વિસ્તારોને અશાંત દ્વારા હેઠળ આવરી લેવાયા છે.
ભરૂચ નગરમાં… અશાંત ધારો 46 વિસ્તારોમાં લાગુ જાણો ક્યાં? ઐતિહાસિક નિર્ણય…
Advertisement