અંકલેશ્વર 8/3/19
ભરૂચ જિલ્લા ના આલિયાબેટ ખાતે નર્મદા નદીની 32 ચોરસ કિમિ જમીન કચ્છ ના મીઠાઉધોગ ના માલેતુજારોને ગુજરાત સરકારે ફાળવી દેવા ફેબ્રુઆરી 18 માં સ્થાનિક સમાચાર પત્ર માં જાહેરાત આપી વાંધા સૂચનો માંગ્યા હતા અને તે વખતે પ્રકૃતિ સુરક્ષા મંડળ સહિત અન્ય સ્થાનિકો એ વાંધા રજૂ કર્યા હતા અને આ રીતે જમીન ના ફાળવવા ના કારણો પણ આપ્યા હતા તેમ છતાં વાંધાઓ ને ધ્યાને લીધા વગર અને અરજદારો ને સાંભર્યા વગર જ્યારે આ જમીન આપવાની પ્રક્રિયા થતી હોવાની જાણકારી મળતા ફરીથી તારીખ.19.08.19 ના રોજ કલેકટર સાહેબ ને વિરોધ દર્શાવતો પત્ર આપી રજુઆત કરી હતી કે અમારા વાંધાઓ કેમ ધ્યા ને લેવાયા નથી? પરંતુ આખું તંત્ર આ જમીનો માલેતુજારો ને આપી દેવાનું નક્કી કરી ને રાખ્યું હતું કે કોઈ રાજકીય દબાણ હતું.આ જમીનો જિલ્લા બહારનાઓ ને આપી સ્થાનિક પ્રજા ને ઘોર અન્યાય કરવામાં આવી રહ્યું છે.
આવા વિકટ સમય માં સ્થાનિક રાજકીય આગેવાનો કેમ ચૂપ છે? આ પ્રશ્ન હાલ ચર્ચા નો વિષય બન્યો છે.
ખોબે ખોબે મતો આપતી પ્રજા આજે લાચાર અવસ્થામાં છે. પોતાના જ ઘર માં જ્યારે અન્યો આવી ઘર કબજે કરે ત્યારે ઘર મલિક ની કેવી પરિસ્થિતિ થતી હશે એ સ્થાનિક નેતા સમજવા અસમર્થ છે અથવા તો રાજકીય વગ આગળ એમનો પનો પણ ટૂંકો પડતો હોઇ શકે છે. આમેય સ્થાનિક મોટા પ્રશ્નો જેવાકે નર્મદા નદી માં પાણી છોડવા જેવા મુદ્દાઓ માં તેઓ બોલી શકતા નથી અથવા તો તેમનું આવાજ કોઈ ધ્યાને લેતું નથી.
માછીમારોએ ગઈ કાલે સ્થળ પર જઈ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. CRZ મંજૂરી વગર અને સરકારી નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી જમીન ફાળવણી થતા આ વિરોધ પ્રદર્શન અને મીઠા ઉધોગ ના ગેર કાયદેસર કામ ને અટકાવાનો પ્રયત્ન કરવામાં આવતા લગભગ 152 જેટલા માછીમારોને હાંસોટ અને અંકલેશ્વર પોલીસ સ્ટેશને ડિટેન કરવામાં આવેલ હતા.
માછીમારોએ આ બાબતે જિલ્લા કલેકટર સાહેબ ને આવેદન પત્ર આપી જરૂરી કાર્યવાહી કરી કામ અટકાવવા માંગણી કરેલ હતી. જેનો કોઈ ઉકેલ ના માછીમારીની જગ્યાઓ બચાવવા તેમજ ગરીબ હળપતિ અને પછાત વર્ગના લોકોની આજીવિકા બચાવવા આ વિરોધ કરવામાં આવયો હતો. દક્ષિણ ફાંટાની નર્મદા નદીની આ જમીન માછીમારી માટે યોગ્ય છે પરંતુ મીઠા માટે આ જમીન ફાળવણી અહીંના લોકો માટે ભૂખમરો અને બેકારી લાવશે.