એક તરફ તંત્ર સ્વચ્છ ભારત તેમજ ગમ્ર્યૌદય વિકાસ અનેં દારૂ બંધી ની ડીંગો ફૂંકી રહ્યું છે એવામાં બીજી તરફ ભરૂચ ની બાજુમાં આવેલ રહાડ ગામની સ્થિતિ કંઈક અલગ જ છે. ગામમાં ચો તરફ ગંદકી અને દેશી દારૂનીં પોટલીઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
રહાડ ગામની દેશી દારૂની પોટલીઓ અને ગંદકી ના ઉકરડા સોશ્યિલ મીડિયા માં ધૂમ મચાવી રહ્યા છે. સામાજિક કાર્યકર ઈમ્તિયાઝ પટેલ ના જણાવ્યા અનુસાર ગામ માં ગંદકીનું સામ્રાજ્ય ઘર કરી ગયું છે એવામાં ગ્રામ પંચાયત સત્તાધીશો ને આ અંગે લેખિત માં રજુઆત કરવામાં આવી છે પરંતુ સત્તાધીશો જાણે રોગચારો ફેલાવાની રાહ જોઈ બેઠું હોઈ એમ લાગી રહ્યું છે. સોશ્યિલ મીડિયા માં અહીં ની ગંદકી ના ફોટાઓ વાયરલ થયા હોવા છતાં તંત્ર ને માથે બળ પડતો નથી
સામાજિક કાર્યકર ના જણાવ્યા અનુસાર જો ૭ દિવસ માં આ ગંદકી દૂર કરવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે યુવાનો દ્વારા વિરોધ નોંધાવવાની અને કલેક્ટર ઓફિસે રજુઆત કરવાની ચીમકી ઉચ્ચારી હતી
ગામની બાહર જતા મુખ્ય માર્ગ ની બાજુ માં,ગામ તળાવ ની ચો તરફ ગામ માં ધાર્મિક સ્થાન જેવા કેં મંદિર અનેં મસ્જિદ અનેં કબ્રસ્તાન ની આજુ બાજુ માં અનેકો દારૂ ની બોટલ અનેં દારૂ ની પોટલીઓ અને એંઠવાડો અનેં ઉકરડો જ નજરે પરે છેં જેથી વહેલી તકે અહીં સફાઈ નો આરંભ કરવા લોક માંગ ઉઠવા પામી છે.