ભરૂચ જિલ્લાના આલિયાબેટ ખાતે નર્મદા નદીની 32 ચોરસ કિમિ જમીન કચ્છના મીઠાઉધોગના માલેતુજારોને ગુજરાત સરકારે ફાળવી દેતા માછીમારોએ આજે સ્થળ પર જઈ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો.CRZ મંજૂરી વગર અને સરકારી નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી જમીન ફાળવણી થતા સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા આ વિરોધ પ્રદર્શન અને મીઠા ઉધોગના ગેરકાયદેસર કામ ને અટકાવાનો પ્રયત્ન કરવામાં આવતા લગભગ 250 જેટલા માછીમારોને હાંસોટ અને અંકલેશ્વર પોલીસ સ્ટેશને ડિટેન કરવામાં આવેલ હતા.
માછીમારોએ આ બાબતે જિલ્લા કલેકટર સાહેબ ને આવેદન પત્ર આપી જરૂરી કાર્યવાહી કરી કામ અટકાવવા માંગણી કરેલ હતી. જેનો કોઈ ઉકેલના આવતા 5000 જેટલા માછીમારોની માછીમારીની જગ્યાઓ બચાવવા તેમજ ગરીબ હળપતિ અને પછાત વર્ગના લોકોની આજીવિકા બચાવવા આ વિરોધ કરવામાં આવયો હતો. દક્ષિણ ફાંટાની નર્મદા નદીની આ જમીન માછીમારી માટે યોગ્ય છે પરંતુ મીઠા માટે આ જમીન ફાળવણી અહીંના લોKઓ માટે ભૂખમરો અને બેકારી લાવશે… સમાજ ના પ્રમુખ શી કમલેશભાઈ મઢીવાલા એ જણાવ્યું હતું કે આ ધરપકડ ખોટી અને લોકોની રજુઆત બાબતે અન્યાયી છે. કચ્છ ના એક મીઠા ઉધોગપતિને સાચવવા કરતા ભરૂચ જિલ્લા ના 5000 જેટલા માછીમારોને સાચવવા અને તેમના પરિવારોની આજીવિકા સાચવવી જરૂરી છે.