અંકલેશ્વર વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવ વધતા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ LCB ના ઈન્ચાર્જ PI જે.એન.ઝાલાની સૂચનાથી PSI એ.એસ.ચૌહાણ અને વાય.જી.ગઢવી તેમજ તેમની ટીમ દ્વારા બાતમીના આધારે એક ઈસમને સજોદ ગામ પાસેથી પકડી લેવામાં આવતા અને તેની પૂછપરછ કરતા તેનું નામ અર્જુન ઠાકરભાઈ વસાવા હાલ રહેવાસી મીઠા ફેક્ટરી પાછળ અંકલેશ્વર મૂળ રહેવાસી સાઈબાબા નગર મંજીપુરા રોડ નડિયાદ જિલ્લો ખેડા.આ આરોપી લોખંડના સળીયા વડે શટર તેમજ દરવાજાના નકૂચા અને લોક તોડી ચોરી કરવાની ટેવ ધરાવે છે.તેણે અંકલેશ્વર પંથકમાં બે મહિના પહેલા સંજાલી ગામમાં ઘરનું લોક તોડી આશરે રોકડ રૂપિયા ૩ લાખ તથા આશરે ૫૦ હજારની કિંમતના ઘરેણા અને મોબાઈલની ચોરી કરેલ.આ ઉપરાંત રાજપીપળા ચોકડી પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વર્ષા હોટલની સામે આવેલ અંબિકા ઓટો પાર્ટસની દુકાનનું શટર તોડી ચલણી સિક્કાઓ તેમજ ચાંદીના સિક્કાઓની ચોરી કરેલ જેની આરોપીએ કબૂલાત કરેલ છે.આરોપી પહેલા પણ કરજણ ખાતે ભંગાર ચોરીમાં ઝડપાયો હતો.તેની પાસેથી ચાંદીના સાંકડા,ચાંદીના સિક્કા,મોબાઇલ,ટેબલેટ તેમજ અન્ય મોબાઈલો તેમજ રોકડા રૂપિયા 32890 અને આ આરોપી જેની પર સવાર થઈ પસાર થતો હતો તે પલ્સર મોટરસાયકલ કિંમત રૂપિયા ૫૦,૦૦૦ મળી કુલ રૂપિયા 98442 નો માલ રિકવર કરેલ છે.આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રભાઈ,હિતેશભાઈ તેમજ મહિપાલસિંહ,પાલસિંહ,મયુરભાઈ વગેરેએ આ કામગીરી બજાવી હતી.
અંકલેશ્વર વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલતી LCB પોલીસ…
Advertisement