તારીખ ૭-૩-૨૦૧૯ ના રોજ થી એસ.એસ.સી અને એચ.એસ.સી.ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.પરીક્ષાના આડે ચોવીસ કલાક કરતા ઓછો સમય રહ્યો છે ત્યારે પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ તેમના વાલીઓ તેઓ જે સ્કૂલમાં ભણતા હોય તે સ્કૂલના શિક્ષકો અને આચાર્યો તેમજ ટ્રસ્ટીઓની માનસિક સંવેદનાઓ વધી ગઈ છે.પરીક્ષાના અગાઉ વિદ્યાર્થીઓ એવી સંવેદના અને કેટલાક અંશે માનસિક તણાવ અનુભવી રહ્યા છે કે પરીક્ષાના પેપરો કેવા જશે અને શું થશે?.જ્યારે વાલીઓ એમ વિચારે છે કે તેમના સંતાનોની પરીક્ષા એવી જાય કે જેના પરિણામથી આજુબાજુના પડોશી અને સમાજમાં વાલીઓનું માન-સન્માન વધે.જ્યારે શાળાના શિક્ષકો,આચાર્યો અને ટ્રસ્ટીઓ એમ વિચારે છે કે એસ.એસ.સી અને એચ.એસ.સી ના વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવે તો શાળાનું નામ થાય ગૌરવ થાય અને આગલા વર્ષે મોટી સંખ્યામાં એડમિશન થાય.આ બાબતે સારું પરિણામ લાવવા ભરૂચના વિદ્યાર્થીઓ વાંચન વધુ કરે છે સાથે ઉપરવાળાને પ્રાર્થના કરે છે કે વાંચેલું બધું યાદ રહે અને લખાય.સાથે વાલીઓ એટલે માતા-પિતા પરીક્ષાના સમયે પોતાના સંતાન વિદ્યાર્થીઓનું સંપૂર્ણ ધ્યાન રાખી તેમના ખાવા-પીવા પર પૂરતું ધ્યાન રાખે છે.મોડી રાત સુધી વાંચવા દેતા નથી અને પોતે મોટું બલિદાન આપ્યું હોય તેમ તેઓ સિરિયલ કે સમાચાર જોવાનો મોહ છોડી ટેલિવિઝન બંધ કરી દે છે.વિદ્યાર્થીઓ પોતાના મોબાઇલને સાયલન્ટ મોડમાં મૂકી દે છે જ્યારે વાલીઓ કેટલાક માનસિક ડોક્ટર પાસે તણાવ મુક્ત થવાની ગોળીઓથી માંડી દોરા-ધાગા અને મંત્ર- જંત્ર પણ કરતા હોય છે.તેથી આગળ વધીને શાળાના શિક્ષકો,આચાર્યો અને ટ્રસ્ટીઓ જે-તે વિદ્યાર્થીઓને પરિક્ષાની શુભેચ્છા આપી રહ્યા છે. તે સાથે-સાથે પોતાની શાળાઓમાં સત્યનારાયણ દેવની કથા થી માંડી અનેક ધાર્મિક વિધિઓ કરી ચૂક્યા છે.આ બધું કરવું જોઈએ કે ન કરવું જોઈએ…..?
પરીક્ષાના આગલા દિવસે બપોરે અને સાંજે તેમ જ રાત્રિએ ભરૂચના વાલીઓ શું કરશે અને શું નહીં કરે તેની વિગતો જાણો… આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ?
Advertisement