ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા એકપછી એક ગુનાઓનો ભેદ ઉકેલાતો જાય છે.ત્યારે ગત દિવાળીના સમયે ઝાડેશ્વરના મહેશ નિઝામા પર અજાણ્યા ઈસમો દ્વારા કરાયેલ જીવલેણ હુમલાના ઓર્ગેનાઇઝ્ડ ગુનાનો ભેદ પણ LCB પોલીસે ઉકેલી નાખ્યો છે.જેમાં ચોંકાવનારી વિગતો જાણવા મળેલ છે.પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ LCB PI જે.એન.ઝાલા તથા પોલીસ ટીમ દ્વારા તારીખ 5-11-2018 ના રોજ એટલે કે દિવાળી પર્વના અરસામાં સુપર માર્કેટ સામે આવેલ ઘી-કોળિયા વિસ્તારમાં ઝાડેશ્વરના ભૂતપૂર્વ સરપંચે અંગત અદાવતમાં મહેશ નિઝામા ઉપર હુમલો કરાવ્યો હોવાનું જણાયું છે.જે અંગે સાત આરોપીઓની અટકાયત કરી આ ગુનામાં વપરાયેલ બેટ અને ફોર્ડ ફિયેસ્ટા ગાડી રિકવર કરવામાં આવેલ છે.
આ અંગેની ચોંકાવનારી વિગતો જોતા ગત તારીખ 5-11-2018 ના રોજ ઝાડેશ્વરના મહેશ કાંતિભાઈ નિઝામા સાંજના ૬ વાગ્યાના અરસામા દિવાળી પર્વ અંગેની શુભેચ્છાના બેનરો લેવા ઝાડેશ્વર થી નીકળ્યા હતા અને ઘી-કોળિયા રોડ પર આવેલ ભાવિકભાઈ લાભુભાઈ માંગુકિયાની દુકાનમાં ગયા હતા. દુકાનમાંથી બેનરો લઇ નીકળી તેઓ પોતાની ગાડી તરફ જઈ રહ્યા હતા ત્યારે મહેશ નિઝામા ઉપર બે અજાણ્યા ઈસમોએ કાન તથા માથાના ભાગે ઇજા કરી એકટીવા જેવા વાહન પર નાસી છૂટ્યા હતા.જે અંગે ભરૂચ પોલીસ એ-ડિવિઝન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જિલ્લા પોલીસ અધિક્ષકે આ અંગે PI જે.એન.ઝાલા દ્વારા PSI વાય.જે.ગઢવી તેમજ એ.એસ.ચૌહાણની અલગ-અલગ ટીમો દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરી બાતમી ધારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદ મેળવી ભૂતકાળમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ સૌકત ઉર્ફે ફેકચર મયુદ્દીન શેખ રહે મદીના પાર્ક ભરૂચ ને ઝડપી પાડ્યો હતો.જેની પર ભરૂચ એ અને બી ડિવિઝન પોલીસ મથક ખાતે ખંડણી અને ફાયરિંગ કેસ તથા ખૂનની કોશિશ જેવા ગંભીર ગુનાઓ નોંધાયા છે.એટલું જ નહીં તેને પાસા થતા ભુજની જેલમાં રાખવામાં આવ્યો હતો.આવા ક્રિમિનલને અશોક નિઝામા અને તેની સાથે કીર્તિરાજસિંહ અને જયરાજ નિઝામા દ્વારા મહેશ નિઝામાને મારવાની સોપારી આપવામાં આવી હતી.આ સોપારી સૌકત ઉર્ફે ફેકચરે ફોડી હોવાનું પોલીસ તપાસમાં જણાયું છે.
ગત દિવાળીના પર્વ પહેલા સૌકત ઉર્ફે ફેકચરના મિત્ર ફુરકાન કે જે ફેક્ચર સાથે ભરૂચ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં પકડાયો હતો તે ફુરકાને જયરાજ નિઝામાના કહેવાથી અશોક કાન્તિભાઈ નિઝામા અને કીર્તિરાજસિંહ ઉર્ફે કલ્પેશ બારોટનો સંપર્ક કરાવ્યો હતો.દિવાળી પહેલા મહેશ નિઝામાને ઘાતક રીતે મારવાનું કાવતરું ઘડાયું હતું.જેની વિગત એવી છે કે અંગત અદાવતને પગલે મહેશ નિઝામા પર ઘાતક હુમલો કરી મારવા એક લાખ રૂપિયાની સૌકત ઉર્ફે ફેકચરને સોપારી આપી હતી.ત્યારબાદ સૌકતે મહેશ નિઝામાની ઓફિસની અવાર-નવાર રેંકી કરી હતી અને તારીખ 5-11-2018 ના રોજ સૌકત ઉર્ફે ફેકચર ફુરકાનની ફિયેસ્ટા ગાડીમાં ડ્રાઇવર નસરુલ સાથે મહેશ નિઝામાનો પીછો ઝાડેશ્વર ઓફિસથી મહેશ નિઝામા ભરૂચ શહેરમાં જે-જે જગ્યાએ ગયો તેનો ગાડી થી પીછો કર્યો હતો તેવામા મહેશ નિઝામા ઘી-કોળિયામા આ બનાવના ફરિયાદી ભાવિકભાઈની દુકાને બેનરો લેવા ગયા તેવા સમયે ફેક્ચર મોટરકાર છોડી યાસીન ભૂતને તેનું સ્કુટર લઈ ઘી-કોળિયા બોલાવી લીધો હતો.યાસીન ભૂત સ્કૂટર સાથે આવતા બંને મહેશ નિઝામાની રાહ જોઈ બેઠા હતા.તે દરમિયાન મહેશ આવતા સૌકત ઉર્ફે ફેકચરે મહેશ નિઝામા પર ઘાતક હુમલો કરતા લોહી-લુહાડ થતાં ઢળી પડ્યા હતા અને તે સમયે આરોપીઓ સ્કુટર લઈ ઘી-કોળિયા થી દાંડિયા બજાર થઈ અલગ-અલગ રસ્તે જંબુસર બાયપાસ પહોંચી ગયા હતા.આ એક ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમને ભરૂચ જિલ્લા પોલીસે કુનેહ પૂર્વક ઉકેલી નાખેલ છે.આરોપીઓના રિમાન્ડ અંગે કાર્યવાહી ચાલી રહી છે ત્યારે આરોપીઓમાં સૌકત ઉર્ફે ફેકચર મયુદ્દીન શેખ રહેવાસી મદીના પાર્ક,ફુરકાન અખ્તર અંસારી રહેવાસી ખુશ્બુ પાર્ક શેરપુરા,યાસીન ભૂત(પટેલ) રહેવાસી શેરપુરા,નસરુલ ખાન પઠાણ હાલ રહેવાસી ખુશ્બુ પાર્ક સોસાયટી શેરપુરા મૂળ રહેવાસી એટા ઉત્તર પ્રદેશ,કીર્તિરાજસિંહ ઉર્ફે કલ્પેશ રાજેન્દ્રસિંહ બારોટ રહેવાસી મારુતિ વિહાર સોસાયટી સ્વામિનારાયણ રોડ ભરૂચ,અશોક ચીમનભાઈ સોલંકી રહેવાથી ઝાડેશ્વર,જયરાજ નિઝામા રહેવાથી ઝાડેશ્વર.આ આરોપીઓ પાસેથી ફોર્ડ ફિયેસ્ટા ગાડી, મોબાઈલ નંગ-9,બેટ નંગ-1 એક મળી કુલ 1,07,000 નો મુદ્દામાલ રિકવર કરેલ છે.પોલીસ આ બનાવની તપાસ કરી રહી છે.