Proud of Gujarat
FeaturedGujarat

રાજપીપળા નગરપાલિકાના 140 જેવા સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા…

Share

વિશાલ મિસ્ત્રી રાજપીપળા :

રાજપીપળા નગરપાલિકા સહીત સમગ્ર ગુજરાતમાં વાલ્મિકી સફાઈ કામદારોએ 5મી માર્ચથી હડતાલનું રણશિંગુ ફૂંકી સરકાર સામે પોતાની પડતર માંગણીઓ અને કાયમી કરવા મુદે ચૂંટણી પેહલા બાંયો ચઢાવી છે.ત્યારે વર્ષોથી માંગણીઓ ટલ્લે ચઢાવતી સરકાર હવે શું કરે છે એ જોવું રહ્યું.

Advertisement

વાલ્મિકી સમાજ રાજપીપળાના પ્રમુખ ર્ડો.કમલ ચૌહાણ અને વાલ્મિકી સમાજના કાર્યકારી પ્રમુખ રોહિત સોલંકીની આગેવાની હેઠળ રાજપીપળા નગરપાલિકાના 140 જેવા સફાઈ કામદારો 5 માર્ચ થી અચોક્કસ મુદતની હડતાલ પર જતા પેહલા દિવસે જ રાજપીપળા શહેરમાં ગંદીકી જોવા મળી હતી.વાલ્મિકી સમાજે અગાઉ આવેદનપત્ર
આપી પોતાની માંગણીઓ મુદે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી આપી હતી.જેના ભાગરૂપે 5 માર્ચથી રાજપીપળા નગરપાલિકાના 25 કાયમી,83 રોજમદાર અને 33 સખી મંડળના મળી કુલ 140 જેવા સફાઈ કામદારોએ નગરપાલિકા કચેરી બહાર પોતાની માંગણીઓ બાબતે સુત્રોચાર કરી અચોક્કસ મુદતની હડતાલની શરૂઆત કરી છે.રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યાએ આ હડતાળ મુદે જણાવ્યું હતું કે આજથી સફાઈ કામદારો હડતાલ પર જતા અમે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે શહેરમાં ગંદકી કે રોગચાળો ન વકરે એ માટે મશીનોનો ઉપયોગ કરી સફાઈ કરાવીશું.

35000ની વસ્તી સામે માત્ર 25 માણસો કાયમી,80 માણસો હંગામી છે.રાજપીપળા નગર પાલિકા વિપક્ષ નેતા મુનતેઝીર ખાન શેખે જણાવ્યું હતું કે રાજપીપળા પાલિકામાં 1996 પછી કોઈ ભરતી થઈ નથી.શહેરની 35000ની વસ્તી સામે માત્ર 25 માણસો જ કાયમી અને 80 માણસો હંગામી ધોરણે કામ કરે છે.જો એમાંથી કોઈ અવસાન પામે તો રહેમરાહે હંગામી ધોરણે નોકરી પર રખાય છે પણ કોઈને કાયમી કરાતા નથી.એમની નોકરી દરમિયાન જો સફાઈ કર્મીઓને કશું પણ થાય તો સરકાર કે નગરપાલિકા પાસે મદદની કોઈ જોગવાઈ નથી.એમની લડાઈમાં વિપક્ષના તમામ સભ્યો એમની સાથે છે.


Share

Related posts

મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે, સુરતી લાલા મન મુકીને ગરબે ઘૂમ્યા

ProudOfGujarat

સુરત : અડાજણ પોલીસે મથુરા નગરી સોસાયટીમાં રેડ કરીને દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

માંગરોળ-ઉંમરપાડા તાલુકામાં કોરોના વાયરસ દર્દીઓની ગામનાં મંત્રી ગણપત વસાવાએ આરોગ્ય અધિકારીની ટીમ સાથે મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!