ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભાનું કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે તારીખ 5-3-2019 ના રોજ સફાઈ કામદારો ગુજરાત સફાઇ કામદાર મહામંડળના નેતા દિનેશભાઇ સોલંકી તેમજ અન્ય આગેવાનો સભાખંડમાં આવ્યા હતા અને તેમણે પોતાની માંગણીઓ રજૂ કરી હતી.રાજ્યસ્તરે તારીખ 5-3-2019 થી ગુજરાત સફાઇ કામદાર મહામંડળ દ્વારા હડતાલનું એલાન કરવામાં આવેલ છે.ત્યારે ભરૂચ નગરપાલિકાના સફાઈ કામદારો પણ તેમાં જોડાયા હતા. જોગાનુ જોગે આજરોજ સામાન્ય સભા હોય સામાન્ય સભામાં સફાઈ કામદારો અને તેમના નેતાઓએ વિવિધ રજૂઆતો કરી હતી.જેમાં નગરપાલિકાની મંજુર કરેલી સફાઇ કામદારોની જગ્યા પૈકી હાલ ખાલી જગ્યાઓ સામે રોજમદાર સફાઈ કામદારોનો મહેકમ ખર્ચની મર્યાદા,વયમર્યાદા,ભરતીની પ્રક્રિયા કર્યા સિવાય સીધો સમાવેશ કરવામાં આવે તેમજ રોજમદારની મૂળ નિમણુક તારીખથી નોકરી ગણવામાં આવે તેમજ મેહકમનું માળખું વર્ષ ૨૦૧૮ની વસ્તી-વિસ્તાર મુજબ નવેસરથી મંજુર કરવા અંગે અને આ સાથે સફાઇ કામદારોને સાતમા પગાર પંચની દરખાસ્તો મુજબનો લાભ અપાય તેમજ કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરવા પેન્શન યોજના લાગુ કરવા અને સફાઈ કામદારનું અવસાન થાય તો તેના સ્થાને વારસદારને નોકરી મળે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી.આ તબક્કે પ્રમુખ સુરભીબેન તમાકુવાલા,ઉપ-પ્રમુખ ભરત શાહ,વિજય કોન્ટ્રાક્ટર તેમજ અન્ય સભ્યો અને વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ તેમજ સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોઠીવાલા વચ્ચે તીવ્ર ચકમક જરી હતી અને વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું કે તાત્કાલિક આ બાબતે ઠરાવ કરી સરકારને મોકલી આપો જ્યારે સાશક પક્ષના તમામ સભ્યોએ એમ જણાવ્યું હતું કે આ અંગે યોગ્ય કરવામાં આવશે.લાંબી ઉગ્ર બોલાચાલી બાદ આ બાબતે સમિતિ રચવા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો.
કયા મુદ્દે નગરપાલિકાના શાસક પક્ષના સભ્યો અને વિપક્ષના સભ્યો વચ્ચે ચકમક જરી જાણો કેમ?
Advertisement