Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ નગરપાલિકાનું બજેટ બહુમતીના જોરે પસાર થયું.વિરોધ પક્ષનો સતત હોહાપોહ.રૂપિયા 10.38 કરોડની પુરાંતવાળુ બજેટ રજૂ કરાયું…

Share

ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે આજરોજ નગરપાલિકાના વર્ષ 2019-20ના બજેટને રજૂ કરવામાં આવ્યું હતું.તે સમયે વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ તેમજ સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોઠીવાલા વગેરેએ બજેટ મોડું મળ્યું હોવાનું રજૂઆત કરી હતી.તે સાથે બજેટના દરેક મુદ્દા પર ચર્ચા કરવા અંગે માંગણી કરી હતી.જે સત્તાધારી પક્ષે ફગાવી દેતા માત્ર બહુમતીના જોરે વર્ષ 2019-20નું બજેટ પસાર થયું હતું.આ બજેટની આંકડાકીય માહિતી જોતા નગરપાલિકાની આવકની વિગતોમાં વેરાકીય આવક રૂપિયા 18.07 કરોડ,મહેસુલી ગ્રાન્ટ રૂપિયા 20.31 કરોડ,યોજનાકીય ગ્રાન્ટ રૂપિયા 53.69 કરોડ, અન્ય આવક રૂપિયા 11.33 કરોડ,અસાધારણ દેવા રૂપિયા 4.41 કરોડ શરૂની સિલક રૂપિયા 12.37 કરોડ આમ બજેટમાં કુલ રૂપિયા 120.18 કરોડની આવક દર્શાવેલ છે.તેની સામે જાવકની વિગત જોતા સ્વભંડોળ તેમજ મહેસુલી ગ્રાન્ટનો ખર્ચ રૂપિયા 49 કરોડ,યોજનાકીય ગ્રાન્ટ ખર્ચ રૂપિયા 56.49 કરોડ,અસાધારણ દેવા રૂપિયા 4.31 કરોડ,કુલ ખર્ચ રૂપિયા 109.80 કરોડ આમ કુલ આવક રૂપિયા 120.18 કરોડ મળી કુલ ખર્ચ 109.80 કરોડ બાદ કરતા બાકી રહેતી રૂપિયા 10.38 કરોડની પુરાંતવાળુ બજેટ રજૂ કર્યું હતું.

Advertisement

Share

Related posts

સાંસરોદના યુવા કવિ ઈમ્તિયાઝ મોદીએ યુવા પ્રતિભા પ્રતિયોગિતામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી નામ રોશન કર્યું

ProudOfGujarat

ભરૂચનાં દહેજ રોડ પર આવેલ કેસરોલ ટોલ બુથનો કર્મી ઉઘરાણીનાં રૂપિયા લઈ ફરાર…

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિએ રાષ્ટ્રપતિને સંબોધિત આવેદનપત્ર જીલ્લા કલેકટરને આપ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!