ભરૂચ નજીક ઝાડેશ્વર પંથકમાં બાબા સાહેબ બ્લડ સેન્ટર ગ્રુપ દ્વારા દર વર્ષે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવે છે.આ રક્તદાન કેમ્પનો હેતુ એ હોય છે કે ઘવાયેલ દર્દીઓને તેમજ ઓપરેશન સમયે કે અન્ય સમયે લોહીની જરૂર પડે તો તે રક્ત પહોંચાડી શકાય.આ બ્લડ ડોનેશન કેમ્પ રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી યોજવામાં આવે છે.તાજેતરમાં યોજાયેલ રક્તદાન શિબિર કેમ્પમાં મા મણીબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ નવેઠાના ધનજીભાઈ પરમાર,ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ અને નગરસેવક મનહર પરમાર ઉપસ્થિત રહ્યા હતા.શિબિરનું આયોજન રાકેશભાઈ તેમજ તેમના સહયોગીઓએ કર્યું હતું.
Advertisement