અમદાવાદના નજીર વોરા ફાયરિંગ કેસનો મુખ્ય આરોપી ભરૂચના જંબુસર બાયપાસ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.આ અંગેની વધુ વિગત જોતા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમજ Dy.Sp ડી.બી.વાઘેલાના માર્ગદર્શન મુજબ બી-ડિવિઝન પોલીસના PI એન.આર.ગામીતે વોચ ગોઠવતા છેલ્લા એક વર્ષથી અમદાવાદ વેજલપુર પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નંબર I૮૩/18 ઈ.પી.કો કલમ 307 અને આર્મ્સ એક્ટની કલમો હેઠળના ગુનામાં નાસતો-ફરતો આરોપી મુસ્તુફા ઉર્ફે લાલા યુસુફભાઈ વોરાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.કે.ઠાકોરને મળેલ બાતમી મુજબ વોચ ગોઠવી જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.આ અંગે આ.હે.કો સોકત અબ્દુલ ખીલજી,અ.હે.કો બળવંતભાઈ શંકરભાઇ,અ.હે.કો હરેન્દ્રભાઈ નરપતભાઈ,અ .પો.કો ધર્મેન્દ્રભાઈ બાબુલાલ,અ.પો.કો કુંદનભાઈ પ્રકાશભાઈ,અ.પો.કો દેવરાજભાઇ સગરામભાઇ,અ.પો.કો રાયાભાઈ દેરાજભાઈ વોચમાં હાજર રહી આરોપીને ઝડપી પડ્યો હતો.
અમદાવાદ નજીર વોરા ફાયરિંગ કેસનો મુખ્ય આરોપી ભરૂચ ખાતેથી ઝડપાયો…
Advertisement