ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા
રીવાઇઝડ નેશનલ ટીબી કાર્યક્રમ અંતર્ગત જીલ્લા ક્ષય કેન્દ્ર અમદાવાદ ગ્રામ્ય ધોળકા તાલુકા ખાનગી તબીબો માટે ટીબી રોગ વિશે માહિતી અને નવીન અપડેટ આપવા માટે સેમીનારનું આયોજન ડૉ. દિક્ષિત કાપડીયા, જીલ્લા ક્ષય અધિકારી અમદાવાદની અધ્યક્ષતામાં અને ડૉ. મુનિરા વોહ્રા તાલુકા હેલ્થ ઓફીસરની ઉપસ્થિતીમાં કરવામાં આવેલ હતુ. આ સીએમઈમાં ધોળકા મેડીકલ એસોસીએશનના પ્રમુખ ડૉ.મહેશભાઇ ઠક્કર,તેઓના સંલગ્ન તમામ ડોક્ટરો સાથે ઉપસ્થિત રહેલ હતા. આ પ્રસંગે જીલ્લા ક્ષય કેન્દ્ર અમદાવાદ ગ્રામ્ય,ધોળકા તાલુકાનો તમામ હેલ્થ સ્ટાફ તેમજ અન્ય ખાનગી તબીબો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
ડૉ. દિક્ષિત કાપડીયા, જીલ્લા ક્ષય અધિકારી અમદાવાદએ ઉપસ્થિત તમામ ને ટીબી કાર્યક્ર્મ અંતર્ગત ૯૯ ડોટ્સ, નિક્ષય પોષણ યોજના તેમજ જીન એક્ષપર્ટ સીબીનાટ ટેસ્ટ ફેસીલીટીની માહીતીથી અવગત કરેલ તેમજ તમામ ખાનગી તબીબોને ટીબીના તમામ દર્દીઓ નોટીફાઇ કરાવવા આહવાન કરેલ હતુ.
ધોળકા મેડીકલ એસોસીએશનના પ્રમુખ ડૉ. મહેશભાઇ ઠક્કર જણાવ્યું હતું કે અમારી પાસે આવતા દર્દીઓને અમે પુર્ણ સારવાર આપીએ છીએ તેમજ ટીબી રોગને નાબુદ કરવા માટે સરકારની સાથે સંલગ્ન રહી કામ કરશે અને તમામ ટીબીના દર્દીઓ નોટીફાઇ કરાવવા ખાનગી તબીબોને જાણ કરેલ છે.