સમગ્ર રાજ્યમાં સીઝનલ ફ્લૂ અને સ્વાઈન ફ્લૂનો વાવડ જણાઈ રહ્યો છે.ત્યારે શુકલતીર્થ ગામમાં સીઝનલ ફ્લુ અને સ્વાઇન ફ્લૂ જેવા રોગો ફેલાય તેવી સંભાવના જણાઈ રહી છે.મચ્છર અને પાણીજન્ય રોગો ફેલાય તે પહેલા ગામની મધ્યમાં આવેલું લુહારયુ ગામ તળાવની સાફ-સફાઈ કરાઈ તે ખૂબ જરૂરી છે.થોડા સમય પહેલા જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયત અને ગામની મુલાકાત લઇ કેટલાક સૂચનો કર્યા હતા.પાણીજન્ય,હવાજન્ય,રોગચાળો વકરે તે પહેલા દવાનો છંટકાવ તેમજ ફોગિંગ મશીનથી મચ્છરના ઉપદ્રવને નાથવા યોગ્ય પગલા ભરાય તેવી તાકીદ કરવામાં આવી હતી.ગામની મધ્યમાં આવેલું લુહારયુ તળાવ પાણીનો નિકાલ તેમજ સંગ્રહ માટે પણ સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ તંત્ર દ્વારા તમામ સૂચનાઓની અવગણના કરવામાં આવી રહી છે તે અંગે યોગ્ય પગલાં ભરવા માંગ ઉભી થઈ છે.
Advertisement