ભરૂચ જિલ્લાના રહીશો સરહદી ઘટનાઓ અંગે ખૂબ જિજ્ઞાસા અને કુતૂહલ રાખી રહ્યા છે જેના પગલે જ વાયુસેનાના જવાનોના પરાક્રમને ભરૂચ જિલ્લાના રહીશોએ બિરદાવ્યું હતું.ગલીએ-ગલીએ મીઠાઇઓ વેહચાય હતી અને ફટાકડા ફોડવામાં આવ્યા હતા.ત્યારબાદ વિવિધ માધ્યમો દ્વારા પાકિસ્તાનીઓના અને ખાસ કરીને ઇમરાનના જૂઠાણાંનો પર્દાફાસ થતાં ભરૂચના રહીશોમાં ખૂબ આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી પરંતુ તેવામાં એક કમનસીબ ઘટના બની જેમાં ભારતના જવાન પાયલોટ અભિનંદનને પાકિસ્તાની સૈનિકોએ તમામ નિયમો તોડી નાખીને પકડી પાડ્યા જોકે પાકિસ્તાની સૂત્રો એમ જણાવે છે કે જવાન અભિનંદન હેમખેમ છે અને તેમની પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે આ વાત લોકોને ગળે ઊતરે એટલે કે સાચી લાગે તેમ નથી તે સ્વાભાવિક બાબત છે.બીજી બાજુ પાકિસ્તાનને વિશ્વમાં ચારે તરફથી ફિટકાર મળી રહ્યો છે ત્યારે હવે જાપાન જેવા દેશે પણ પાકિસ્તાનને સુધરી જવા ચેતવણી આપી છે.આવી પરિસ્થિતિમાં ભરૂચના રહીશો જવાન અભિનંદન હેમખેમ સ્વદેશ પરત આવે તેવી પ્રાર્થના પોત પોતાના ધર્મ મુજબ કરી રહ્યા છે.
ભરૂચ પંથકમાં એક જ પ્રાર્થના,એક જ દુઆ,એક જ બંદગી કે જવાન પાઇલોટ અભિનંદન હેમખેમ પાછા સ્વદેશ પરત આવે…
Advertisement