ભરૂચ જિલ્લામાં પ્રતિવર્ષ ગરમીના પ્રમાણમાં એકધારો વધારો થઈ રહ્યો છે.ઉનાળાની ગરમીમાં સરેરાશ ૨ ડિગ્રીનો વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે આ વર્ષે જેમ ઠંડીએ ગત 10 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો અને ન્યૂનતમ તાપમાન ૭ ડીગ્રી જેટલું નોંધાયું તેવી જ રીતે ગરમીનો પણ રેકોર્ડ બ્રેક થનાર હોવાનું જાણવા મળેલ છે.હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યારથીજ તાપમાનમાં એકધારો વધારો નોંધાઈ રહ્યો છે.ફેબ્રુઆરી માસના અંતિમ દિવસોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે જેમ કે તારીખ ૨૭-૦૨-૨૦૧૯ના સવારે ૭:30 કલાકે નોંધાયેલ તાપમાનની વિગતો જોતા હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રી નોંધાયું હતું.આમ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે તેથી આવનાર મે માસના દિવસો દરમિયાન મહત્તમ તાપમાન ૪૬ ડિગ્રી કરતાં પણ વધે તેવી સંભાવના છે.
આ વર્ષે ભરૂચ જિલ્લામાં ઉકળતા લાવાની જેમ ગરમીનો અહેસાસ થશે જાણો કેમ અને ક્યારે ?
Advertisement