લુણાવાડા, રાજુ સોલંકી.
મહિસાગર જીલ્લા લુણાવાડા તાલુકાના સિગ્નલી ગામના જંગલમાંથી એક વાઘનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.હજુ તો ૧૨ ફ્રેબુઆરીએ સંતરામપુર સંતમાતરોના જંગલોમા વાઘ નાઇટવીઝન કેમેરામા કેદ થતા તેની વનવિભાગ
દ્રારા આધિકારીક પુષ્ટી કરવામા આવી હતી.ત્યારે વાઘનો મૃતદેહ મળી આવતા અનેક તર્કવિર્તકો થવા આવ્યા છે.
લુણાવાડા તાલુકાના ગઢ ગામના જંગલોમાં શિક્ષક મહેશ મહેરાને વાઘ જોવા મળતા તેનો ફોટો પાડી લીધા બાદ વનવિભાગને જાણ કરતા હરકતમા આવ્યુ હતુ.અને મહિસાગરના જંગલ વિસ્તારોમાં નાઇટવીઝન કેમેરા થકી સર્ચ અભિયાન હાથ ધરવામા આવ્યુ હતુ.અને આખરે સંતમાતરોમા જંગલમાં વાઘ નાઇટવીઝન કેમેરામા કેદ થયો હતો.
અધિકારીક પુષ્ટી વનવિભાગ દ્રારા કરવામા આવી હતી.તેના લઇને વનપ્રેમીઓમાં પણ ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી.સાથે ગુજરાત પણ વાઘ,દિપડો,સિંહ ધરાવતુ રાજ્ય બની ગયુ હતુ.ત્યારે મહિસાગર જીલ્લાએ વાઘનુ અસ્તિત્વ ધરાવતો પ્રથમ જીલ્લો બની જવા પામ્યો હતો.પણ આજે લુણાવાડા તાલુકાના સિગ્નલી ગામના જંગલોમાં એક વાઘનો મૃતદેહ મળી આવતા વનવિભાગ પણ દોડતુ થયુ છે.હાલ તો વાઘના મૃત્યુનુ ચોકકસ કારણ વાઘના પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડશે.પણ આ વાઘ શિક્ષકે જેમના મોબાઇલ ફોનમાં કેદ થયો તથા સંતમાતરોના જંગલોમા દેખાયો તેજ છે.?તેવા અનેક સવાલો લોકચર્ચાનું સ્થાન પામ્યા છે.વાઘના મોતના સમાચારને લઇને વન્યજીવપ્રેમીઓમા દુ:ખની લાગણી પ્રસરી જવા પામી છે.